SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સુખી છું એવો અનુભવ જીવને પોતાના આત્માને આગળ કરીને જ થાય છે. (૪) ડોક્ટર વગેરે પાસે “રમેશ બગડી ગયો’ એમ ન કહેતા “રમેશનું શરીર બગડી ગયું એમ કહીએ છીએ, જ્યારે ગુરુભગવંતો આગળ એમ જ કહેવાય છે કે આજકાલ આ રમેશ ખૂબ બગડી ગયો છે. અહીં રમેશથી એના આત્માની જ અનુભૂતિ થાય છે. રમેશના પિતાને રમેશનું પરીક્ષાનું પરિણામ બતાવી શિક્ષકે કહ્યું-તમારો રમેશ ખૂબ નબળો છે. તરત જ એના પિતા બોલ્યા - કેમ આમ થાય છે? ખબર નથી પડતી. ઘરમાં પ્રભુની કૃપાથી બબ્બે ભેંસ છે, ને રમેશને ત્રણ ટાઇમ દૂધ એની માતા પીવડાવે છે, છતાં કેમ નબળો રહે છે, કાંઇ ખબર નથી પડતી. બોલો આમાં હસવાનું ક્યાં આવ્યું? કહો, શિક્ષક રમેશની બુદ્ધિની અપેક્ષાએ કહે છે ને રમેશના પિતા એના શરીર સામું જુએ છે. એટલે કે રમેશની બુદ્ધિ અને રમેશનું શરીર એક નથી. તો બુદ્ધિ કોની ? કહો, એના આત્માની. (૫) ઘોર અંધારામાં શરીર ન દેખાય, ત્યારે પણ હું છું એ બાબતમાં શંકા નથી પડતી. આ હું આત્માનું સંવેદન કરાવે છે. (૬) એ જ રીતે મારું શરીર બદલાઇ ગયું ઇત્યાદિ થાય છે. પણ ક્યારેય ‘હું બદલાઇ ગયો’ એવું થતું નથી. આ બધા આત્માના પ્રત્યક્ષના દૃષ્ટાંત છે. - નાસ્તિક પૂછે કે આત્મા પ્રત્યક્ષ હોય, તો ઘડાની જેમ દેખાતો કેમ નથી? અથવા વાયુની જેમ સ્પર્શ કેમ અનુભવાતો નથી? તો જવાબ છે, કે જે વસ્તુ જે ઇંદ્રિય વગેરેને પ્રત્યક્ષ હોય, તેનાથી ભિન્ન ઇંદ્રિય વગેરેથી તેનો અનુભવ ન થાય. નાકથી કોઇ જોવા જાય, અને પછીના દેખાય, તો તેમાં વસ્તુનો અભાવ સિદ્ધ નથી થતો. નરી આંખે ઘણા તારા નથી દેખાતા, તેથી એનો અભાવ નથી. દૂરબીનથી એ તારાઓ દેખાય છે. જ્યાં દૂરબીન કામ આવે, ત્યાં એકલી આંખ કામ ન આવે. ચશ્માથી જે જોવાનું કામ કરવાનું છે, ત્યાં સૂક્ષ્મદર્શક કે દૂરબીન લગાડે તો શું થાય? દ્રાક્ષ તરબૂચ દેખાય, ને પછી તરબૂચના ભાવ પૂછી દ્રાક્ષવાળાસાથે કચકચ કરવાનું જ થાય ને! કહેવાની વાત એ છે કે આત્મા આંખ-કાન વગેરે ઇંદ્રિયોને પ્રત્યક્ષ થઇ શકે એવા સ્વરૂપવાળો નથી, પણ માનસ પ્રત્યક્ષ છે. તમે કહો, “મારું માથું દુઃખે છે” ત્યારે બીજો કહે મને તો એ દેખાતું નથી. તો તમે શું કહેશો? I ૨૧૦ can Education Intematonal For Private & Personal Use Only www brary
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy