________________
શું કરું? સરદારજીએ કહ્યું-છાપામાં જાહેરાત આપ! પેલાએ પૂછ્યું- એમ? શું જાહેરાત વાંચી જેને મળી હશે, તે આપી જશે? સરદારજીએ કહ્યું – એમ નહીં! છાપામાં જાહેરાત આપીશ, તો બાથરૂમમાંથી મળી જશે! મારી પણ વીંટી ખોવાઇ ગયેલી. મેં છાપામાં જાહેરાત આપીને બીજે દિવસે બાથરૂમમાંથી મળી ગઇ. આવી અર્થપત્તિનચાલે. આત્માને સિદ્ધ કરે એવી કોઇ અર્થપત્તિ નથી, કેમ કે આત્માને ન માનો, તો પણ ખાવું પીવુ - ઉંઘવું, ધંધો કરવો.. વગેરે બધા વ્યવહાર ચાલે છે.
. સંભવ પ્રમાણ:- જેમાં એકના નિર્દેશમાં એને વ્યાપ એવા બીજાનો પણ નિર્દેશ થઇ જાય, તે સંભવ પ્રમાણ. જેમકે કોઇને લાખોપતિ કહીએ, તો એના અંતર્ગત રીતે એની પાસે હજાર રૂા.તો છે જ, એ સમજી જવાય છે. પિતાએ પુત્રને બગીચામાંથી ફુલ તોડી લાવવા કહ્યું. પુત્ર આખો છોડ લઇ આવ્યો. પિતાએ પૂછ્યું-ફુલના સ્થાને છોડ કેમ લઇને આવ્યો? પુત્રે કહ્યું - પિતાજી! બગીચામાં બોર્ડ હતું, અહીં ફુલ તોડવાની મનાઇ છે. તેથી છોડ લઇને આવી ગયો. આ પુત્ર ફુલ તોડવાના નિષેધમાં છોડ ઉખાડવાનો નિષેધ સુતરામ આવે જ. એ સમજી શક્યો નહીં. પ્રસ્તુતમાં વિચારીએ, તો કોના નિર્દેશમાં અંતર્ગત રીતે આત્માનો નિર્દેશ સંભવ પ્રમાણથી સ્વીકારી શકાય?
આમ એક પણ પ્રમાણથી આત્મા સિદ્ધ નથી. આમ આત્મા ઉપલબ્ધ થતો ન હોવાથી આત્મા નથી. ઇત્યાદિ નાસ્તિકોની દલીલ છે.
આ સામે આત્મસિદ્ધિ માટેની કેટલીક દલીલો. પ્રત્યક્ષ પ્રમાણ:- (૧) ભગવાન મહાવીર સ્વામી વગેરે સર્વજ્ઞોને બધા આત્મા સાક્ષાત્ દેખાય છે. આપણને પણ તર્ક-સંદેહ-સુખ-દુઃખ વગેરેના કર્તા-ભોક્તા તરીકે આત્માનો અનુભવ થાય છે. (૨) સપના જોતી વખતે આંખ વગેરે બંધ છે, અને મન પણ શાંત છે. ત્યારે સપના જોનારો આત્મા છે. (૩) શરીર સારું હોય, ત્યારે પણ ખરાબ સમાચાર વગેરેથી ‘હંદુઃખી છું અને સારા સમાચાર વગેરે વખતે માંદગીમાં પણ હું | ૨૦૯
Gain Education tema
W
ellbaryo