________________
વ્યા.
(૬)
ઓળખવા પણ તૈયાર નથી. બસ બંને વચ્ચે ચકમક જામી પડી. રસ્તે જતા લોકો વચ્ચે પડ્યા. પેલાને કહે, વગર ઓળખ્ય કોઇ ઉઘરાણી કરે થોડું ? જો એમ વગર ઓળખાણે આ ગળે પડતો હોય, તો તમારા જ ગળે કેમ પડ્યો? અમારા ગળે પડ્યો કેમ નહીં ? તેથી વાત પતાવો... સો નહીં, તો પચાસ તો લીધા જ હશે ! ચાલ એટલા આપી દે, લોકોએ ન્યાય તોલ્યો. પેલા પાસેથી ઠગને પચાસ રૂા. અપાવ્યા (દિગંબરો પણ સમેતશિખરજી, અંતરિક્ષજી વગેરે શ્વેતાંબર તીર્થો અંગે આ રીતે જ ગળે પડે છે ને ! અને પછી કોર્ટવગેરેની સહાયથી આખું નહીં, તો અડધું પડાવી જાય છે.) આમ કોઇક એક આગમનો પક્ષ લેવામાં બીજા આગમને અન્યાય થઇ જવાનો સંભવ છે, તેથી કોઇ આગમનો પક્ષ લેવા જેવો નથી. આમ આગમ પ્રમાણભૂત નથી.
૪. ઉપમાન પ્રમાણ :- એક જ્ઞાત વસ્તુની ઉપમાથી જ્યારે બીજા અજ્ઞાતની ઓળખાણ આપવામાં આવે, ત્યારે આ પ્રમાણ કામ લાગે, જેમ કે કોઇ ક્રોધીને જોઈ એને અગ્નિની ઉપમા આપવાથી અન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવી જાય કે આ અગ્નિની જેમ ગરમ મગજવાળો છે. પણ આ ઉપમા પણ યોગ્ય રીતે અપાય, તો પ્રમાણ બને. એમ તો ઊંટના લગ્નમાં ગધેડાઓ સંગીતકાર બન્યા,ગધેડાઓએ ઊંટને કહ્યું-અહો રૂપમ્ – સાક્ષાત કામદેવ છો. ઊંટોએ ભૂંકતા ગધેડાઓને કહ્યુંઅહો ધ્વનિ-તમારો કંઠ ! અહાહા સાક્ષાત્ કિન્નરનો સ્વર છે ! આમ ફાવે તેની આપેલી ઉપમા પ્રમાણભૂત નથી, આત્મામાટે કઇ ઉપમા આપશો ? આત્મા કોના જેવો ? આમ ઉપમાન પ્રમાણ પણ અહીં અપ્રમાણ છે.
૫. અર્થાપત્તિ ઃ- પ્રત્યક્ષાદિથી અનુભવાતું એક કાર્ય બીજા જે કાર્યપર આધાર રાખતું હોય, તે કાર્યની સિદ્ધિ અર્થપત્તિથી થાય. જેમ કે દેવદત્ત દિવસે દિવસે પુષ્ટ થતો જાય છે, પણ તે દિવસે ખાતો નથી, તો ખાધા વગર પોષણ સંભવતું ન હોવાથી દેવદત્ત રાતે ખાય છે, તે અર્થાપત્તિથી સિદ્ધ ગણાય. પણ ‘કાગડાનું બેસવું ને ડાળનું પડવું’ એમ જોગાનુજોગ બે ક્રિયાસાથે થાય, ત્યાં અર્થાપત્તિ જોડી શકાય નહીં, એક સરદારજીને બીજાએ કહ્યું – મારી સોનાની વીંટી ખોવાઇ ગઇ.
For Private & Personal Use Only
Jain Education International
૨૦૮ www.jainelibrary.org