SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પરપોટો થાય છે, કેટલોક સમયટકી પછી એ પરપોટો પાણીમાં જ વિલય પામે છે. આમ પરલોકમાં જનારો કોઇ જીવ નથી. વળી જીવ કોઇ પ્રમાણથી સિદ્ધ નથી. ૧. પ્રત્યક્ષ પ્રમાણ:- પ્રત્યક્ષ બે રીતે ગણાય (૧) સાક્ષાત્ પ્રત્યક્ષઃ- જેમ કે ઘડો, મકાન વગેરે. આત્મા આ રીતે દેખાતો, સંભળાતો, સુંઘાતો વગેરે ન હોવાથી કોઇ ઇંદ્રિયથી સાક્ષાત્ થતો નથી. (૨) કાર્ય પ્રત્યક્ષ... પરમાણુઓ પોતે સાક્ષાત્ દેખાતા નથી. પણ પરમાણુઓના કાર્યરૂપ ઘડા વગેરે દેખાય છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ચશ્મા, સાયકલ, કાપડ, ચાંદી, લોખંડ વગેરે બજારો બતાવ્યા. એક વિદ્યાર્થીએ પૂછ્યું- આપે જે કાળા બજારની વાત કરેલી.. તે કાળાબજાર ક્યાં છે? શિક્ષકે કહ્યું-આ બજાર બધા બજારમાં છે, પણ એમ ન દેખાય, પણ કૃત્રિમ અછત વગેરે એના કાર્યથી અનુભવી શકાય. જીવ આ રીતે પોતાના કાર્યથી પણ પ્રત્યક્ષ નથી. ૨. અનુમાન પ્રમાણ:- લિંગના જ્ઞાનથી લિંગીનું જ્ઞાન કરવું તે અનુમાન છે, જેમ કે ધૂમાડો દેખાય, તો ન દેખાતા અગ્નિનું જ્ઞાન કરવું એ અનુમાન છે. નેતાઓ વચન આપે, એટલે ચૂંટણી નજીક આવી છે, તેનું અનુમાન થાય છે. ન દેખાતા જીવના અસ્તિત્વનો નિર્ણય કરી આપે એવું કોઇ લિંગ ઉપલબ્ધ નથી. તેથી જીવ અનુમાનથી સિદ્ધ નથી. ૩. આગમ - દરેક ધર્મના આગમો તો સાવ જુદી જુદી વાત કરે છે, દરેક ધર્મ કહે છે “અમારું આગમ સાચું’ એમાં તો લડાઇ ઊભી થઇ છે. એક આગમ કહે છે. આત્મા ક્ષણિક છે. બીજું આગમ આત્માને નિત્ય માને છે. આ લડાઇનો નિર્ણય ન આવે, ત્યાં સુધી કોઇનો પક્ષ લઇ શકાય નહી. એક ભાઇ રસ્તેથી જતા હતા. બીજા ગળપડું ઠગે એને ઊભો રાખી કહ્યું – અરે! દોસ્ત બે મહિનાથી દેખાતો નથી! તારે મને સો રૂા. પાછા નહીં આપવા હોય, તો નહી આપ. પણ આમ મળવાનું બંધ કેમ કરે છે? પેલો કહે, અરે પણ હું તમને ઓળખતો જ નથી. પછી આ રૂા. લેવાની વાત ક્યાંથી આવી ? ઠગે કહ્યું, વાહ સો રૂા. ખાતર તું મને | ૨૦૭ dan Education Interational For Private & Fersonal Use Only www. library
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy