SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ . (૬) અર્થાત્ જગતના દેખાતા-અનુભવાતા પદાર્થોનું જ્ઞાન જીવને સતત થયા કરે છે. આ બધા પદાર્થો પૃથ્વી, પાણી વગેરે પાંચભૂતમય છે. જે વખતે જેનું જ્ઞાન થાય, તે વખતે તે જ્ઞાનરૂપે આત્મા ઉત્પન્ન થયો ગણાય. અને આ જ્ઞાન જગતના પદાર્થોરૂપે પાંચભૂતઅંગે જ થાય છે.જેથી જ્ઞાનમય આત્મા પાંચભૂતમાંથી ઉત્પન્ન થયો કહેવાય. એ જ રીતે આ જ્ઞાન વિલય પામે છે. તેથી પાંચભૂત અંગેનું જ્ઞાન નાશ પામ્યું. માટે પાંચભૂતમાં વિલય પામ્યું ગણાય. વળી ઘટ વગેરેના જ્ઞાન પછી જ્યારે પટ- કપડાનું જ્ઞાન થાય છે, ત્યારે ઘટનું જ્ઞાન પટજ્ઞાનવખતે રહેલું ન હોવાથી પછીના જ્ઞાનવખતે ન રહેવાના કારણે પ્રેત્યસંજ્ઞા નથી એમ કહેવાય. આમ જ્ઞાનરૂપે જ આત્મા પાંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે, એમાં જ વિનાશ પામે છે. અને બીજા જ્ઞાનના ઉપયોગ વખતે ન રહેવાથી પ્રેત્યસંજ્ઞાનો અભાવ આવ્યો, પણ કર્મયુક્ત આત્મા જુદી જુદી ગતિમાં જવારૂપે તો પરલોકમાં જનારો નિત્ય જ છે. વળી વેદમાં જ આત્માને જ્ઞાનમયવગેરે રૂપે ઓળખાવ્યો છે. તથા દેવોની અપેક્ષાએ દ=દમઇંદ્રિયોનું દમન. મનુષ્યોની અપેક્ષાએ દ–દાન અને રાક્ષસોની અપેક્ષાએ દ=દયા, આમ ત્રણ દ ને જે જાણે છે, તે જીવ, એ રીતે જીવતત્ત્વ બતાવ્યું છે. અહીં આત્મસિદ્ધિના કેટલાક મુદ્દા વિચારી શકાય. આમ તો આ વિષય અતિગહન છે, ચર્ચામાં જિંદગી પૂરી થઇ જાય ને કશું તત્ત્વ હાથમાં ન આવે. એના કરતાં જિનવચન પર શ્રદ્ધા-વિશ્વાસ રાખવામાં જ લાભ છે. જેનાથી અકસ્માત થવા સંભવ છે, એવા બસડ્રાઇવર પર વિશ્વાસ રાખી બસમાં જો બેસાતું હોય, જેના અર્થલોભ- બેદરકારી વગેરે કારણોથી ઘણા સારા થવા આવેલા દર્દીઓ મરી જાય છે, એવા ડોક્ટરોના ભરોસે દવા લેવાતી હોય, અરે નોકરના ભરોસે સંતાન અને ઘર રાખવામાં હિચકિચાટ નથી થતી. તો જેમના વચનપર શ્રદ્ધા રાખવાથી જીવને સાંત્વન, શાંતિ, સમાધિ, સદ્ગતિ અને સિદ્ધિગતિ જ મળવાની છે, એ પ્રભુપર શું કામ વિશ્વાસ દૃઢ ન હોય ? તેથી વિશ્વાસમાં જ મજા છે, છતાં વિવેકદ્યષ્ટિના વિકાસમાટે થોડી વિચારણા કરીએ. Jain Education International નાસ્તિકો કહે છે- શરીરરૂપે આકાર પામેલા પાંચભૂતમાંથી ચૈતન્ય ઉદ્ભવે છે. જ્યારે આ ચૈતન્ય નાશ પામે છે. ત્યારે એ જ મરણ છે. દા.ત. પાણીમાંથી For Private & Personal Use Only ૨૦૬ WWWahellbirY DID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy