________________
દા.
(૬)
ઉપગ્રહો સૂર્યના કિરણોમાંથી શક્તિ મેળવી ગતિ કરે છે. ભગવાનની દેશના દિવ્યશક્તિથી બધાને પોત-પોતાની ભાષામાં સમજાતી હતી. આજે યુનો વગેરેમાં વ્યવસ્થા છે કે વક્તા પોતાની ભાષામાં બોલે, ત્યારે દરેક દેશના પ્રતિનિધિને પોતાની ભાષામાં સાંભળવા મળે . આ જ રીતે સાપેક્ષવાદ સિદ્ધાંત, ઉકાળેલું પાણી, રાત્રિભોજન વગેરે કેટકેટલી વાતો ૨૫૦૦ વર્ષ પછી આજે પણ વિજ્ઞાનના પ્રયોગો પછી માન્ય બની છે. હવે આ ભગવાનમાં વિશ્વાસ મુકવામાં શું બાકી રહ્યું છે?
સમજી લો, જેમ બોર ગલ અને ઠળિયાથી યુક્ત છે. પણ એમાં મુખ્ય ગલ છે, એમ શ્રદ્ધા મુખ્ય છે. બુદ્ધિ તો ઠળિયાના સ્થાને છે. ગણધરવાદ તો આપણી શ્રદ્ધા દૃઢ કરવા માટે છે. બીજા સાથે શ્રદ્ધેય વાતોમાટે લાંબી ચર્ચા કરવા માટે નથી. શ્રદ્ધા દૂધમાં ગણધરવાદ શ્રવણજન્ય જ્ઞાનનું મેળવણ નાખી પછી સાધના-તપનું મંથન કરવાથી આત્મા ખારી છાશ જેવા કર્મોથી છુટો પડી નવનીતતુલ્ય મોક્ષ પામે છે. સમ્મતિતર્ક જેવા ભેજાનું દહીં કરી નાખે તેવા ગ્રંથ રચવાની તીવ્રમેધાવાળા અને કવિત્વપ્રતિભાથી અનન્યશાસનપ્રભાવક શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિને જીવવિજ્ઞાનમાત્રથી ભગવાનની સર્વજ્ઞતા માન્ય બની જતી હોય, ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિમહારાજને યુક્તિમચનના કારણે પ્રભુ વીર સર્વજ્ઞતરીકે સ્વીકૃત થઇ જતા હોય, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ તો ભગવાનની મુદ્રામાત્રથી ભગવાનને ત્રણ જગતના વિજેતા માનતા હોય, સેંકડો ગ્રંથોના રચયિતા મહોપાધ્યાય યશોવિજ્યજી મહારાજને સમસ્ત શ્રુતજ્ઞાનના સારરૂપે પ્રભુભક્તિમાં જ સર્વસુખનું બીજ દેખાતું હોય, પછી આપણે પોતાને બુદ્ધિશાળી માનતા બેવકૂફ જ હોઇશું, જો આપણને જિનવચન પર શ્રદ્ધા ન બેસે ને શંકાઓ પડ્યા કરે.
તો હવે ગણધરવાદની વાતો શરુ કરીએ. ગૌતમસ્વામી ‘વિજ્ઞાનધન એવૈતેભ્યો ભૂતેભ્યઃ સમુત્થાય તાન્યેવાનુવિનશ્યતિ ન પ્રેત્યસંજ્ઞાસ્તિ' આ વેદ વચનના આધારે વિજ્ઞાનધન એવો આત્મા પાંચ ભૂતમાંથી ઉત્પન્ન થઇ, એમાં જ વિલય પામે છે. ‘પરલોક’ સંજ્ઞા નથી, આવો અર્થ કરી આત્માના અભાવની શંકાવાળા થયા હતા.ભગવાને કહ્યું-સાંભળો ! આનો અર્થ એ છે કે જ્ઞાન-દર્શનમય હોવાથી આત્મા વિજ્ઞાનઘન છે. જ્ઞાન-ઉપયોગરૂપે આત્મા પાંચભૂતોમાંથી ઉત્પન્ન થાય છે,
For Private & Personal Use Only
Jain Education International
૨૦૫ www.jainelibrary.org