________________
વચ્ચે છ મહીના ચર્ચા ચાલી... પરિણામ ? પરિણામે આસ્તિક પંડિત નાસ્તિક બન્યો, નાસ્તિક પંડિત આસ્તિક! આંબાવાડીમાં બે મિત્રો ગયા. માલિકે કેરીના | ટૂકડાની ડીશ ધરી. એક મિત્રે માલિકને પ્રશ્નો પૂછવાનું- કેરીના વિષયમાં ચર્ચા કરવાનું શરૂ કર્યું. એની ચર્ચા અડધે પહોંચીને નજર ડીશ પર ગઇ, ત્યારે જોયું તો બીજા મિત્રે ડીશ સફાચટ કરી નાંખી હતી. હ! ચર્ચા કરનારો ચર્ચામાં જ રહી જાય છે ને પ્રભુને સમર્પિત થઇ આરાધના કરનારો પોતાનું કલ્યાણ કરી લે છે. વળી તર્કતો બેધારી તલવાર છે. જે તરફ જોર આપો, તે તરફનું કાપ! રાતે પત્નીએ પતિને કહ્યું - જાગો! ચોર આવ્યા લાગે છે.ખખડાટનો અવાજ આવે છે!પતિએ પડખું ફેરવતા કહ્યું - જરા તાર્કિક વાત કર! ચોર આવે તો અવાજ કરે ખરા? આ અવાજ થાય છે, તેથી જ સિદ્ધ થાય છે કે ચોર નથી આવ્યા. દસેક મીનિટ પછી પત્નીએ ફરીથી જગાડતા કહ્યું- ઉઠો! ચોર આવ્યા લાગે છે. પતિએ પૂછ્યું- તને કેવી રીતે ખબર પડી? પત્નીએ તર્ક આપતા કહ્યું – અવાજ નથી આવતો - એ જ સિદ્ધ કરે છે કે ચોર આવ્યા છે. પતિ શું કહેશે? વાત આ છે.... તર્કથી ચર્ચા થાય, કોઈ કાયમી સિદ્ધિ ન થાય. ભગવાનના કાળવખતે બીજા ઘણા પોતાને સર્વજ્ઞ કહેવડાવતા હતા. ત્યારે પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા કેટલાક સાધુઓ ભગવાન પાસે આવ્યા. ભગવાનને બે ચાર પ્રશ્નો પૂછ્યા...પ્રભુએ આપેલા જવાબોના આધારે ભગવાન સર્વજ્ઞ છે એવો નિર્ણય કર્યો. પછી પરમાત્માને સમર્પિત થઇ ગયા. જો સેમ્પલ પરથી આખા તાકાનો અને એક ચમચી ચાખવાથી આખા તપેલાના દૂધપાકનો નિર્ણય થઇ જતો હોય, તો આજના વિજ્ઞાનયુગમાં પણ પ્રભુની ઘણી વાતોની અકાઢ્ય સિદ્ધિ થતી હોય તો એના આધારે ભગવાનને સર્વજ્ઞ તરીકે સ્વીકારી લઇ ભગવાનની બધી વાતો સ્વીકારી જ લેવી જોઇએ. આપણે ગૌતમ બનવાનું છે, ગોશાળા નહીં. જુઓ, જગદીશચંદ્ર બોઝને વનસ્પતિમાં જીવની સિદ્ધિ માટે પ્રયોગો કરવા પડ્યા, જ્યારે પ્રભુએ વગર પ્રયોગે જ્ઞાનથી જ આ વાત જણાવી દીધી. શબ્દ, રૂપ વગેરેને પુદ્ગલના સ્વરૂપ બતાવી ભગવાને કમાલ કરી. આજના રેડિયો - ટી.વી. વગેરે કાર્યક્રમો આ નિયમપર જ ચાલે છે. ભગવાને કહ્યું – પુદ્ગલના જથ્થામાં વધ-ઘટ થતી નથી, માત્ર તોડ- જોડી આદિ કારણે ફેરફારો થાય છે. આજનું વિજ્ઞાન પણ ટ્રાન્સફર ઓફ એનર્જી વગેરે કહીને આ વાતને પુષ્ટ કરે છે. ગૌતમસ્વામી સૂર્યકિરણોના સહારે અષ્ટાપદ ચઢયા, આજે | ૨૦૪
can Education Intemato
w
albaryo