________________
ક્યા.
(૬)
તપે, માથે લાકડાનો ભારો... ઉઘાડા પગ ગરમીથી દાઝે, પેટમાં ભૂખની ભયંકર આગ, હૈયે ‘મારું કોઈ નહીં ! તેથી મારે કેવા અપમાન સહેવાના ! કેવી ગુલામી કરવાની !' ઇત્યાદિ સંતાપના બળતરા... એમાં માથાપર રહેલા ભારામાંથી એક લાકડું નીચે પડ્યું. ડોશીએ એક હાથે માથાનો ભારો પકડી રાખ્યો. વાંકી વળી બીજા હાથે લાકડું લેવા ઝુકી... ત્યારે જ પ્રભુની વાણીના મધુર શબ્દો કાને પડ્યા. એ શબ્દોની મીઠાશ માણવામાં ઉપરની બધી પરિસ્થિતિ ભૂલી ગઈ અને એ જ અવસ્થામાં પૂરી દેશના સાંભળી. બોલો પ્રભુની વાણીમાં કેવી મીઠાશ ! છ મહીનાની ભૂખતરસ આ વાણી સાંભળતા છિપાઈ જાય ! કરુણા, મૌન અને સત્યવાણીનો આ પ્રભાવ છે.)
(ભગવાને પ્રથમ ધડાકે વેદને ખોટા કહેવાના બદલે એ અંગેની ગૌતમની સમજને ખોટી બતાવી, અને ગૌતમને અત્યાર સુધી જેનાપર શ્રદ્ધા છે એ વેદના આધારે જ સમાધાન આપ્યું. અલબત્ત એનો અર્થ એ નથી કે ભગવાન વેદને પ્રમાણભૂત માનતા હતા. ડોક્ટરને સમજાવવા ડોક્ટરી ભાષામાં કે શેરબજારવાળાને સમજાવવા શેરબજારના શબ્દોનો સહારો લેવામાં એમ અર્થ નથી નીકળતો કે એ બધું માન્ય છે. હકીકતમાં આ તો તે તે વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરવાની પદ્ધતિ છે. ગૌતમે તો પોતાની શંકા ભગવાને બતાવી દીધી. એટલામાત્રથી પ્રભુને સર્વજ્ઞ તરીકે સ્વીકારી લીધા, અને માથે રહેલો અભિમાનનો પથરો દૂર ફગાવી દઈ પ્રભુના વિનીતશિરોમણિ શિષ્ય બની ગયા. એમણે પ્રભુ સાથે ચર્ચા કે વાદ કર્યો નથી. બાકીના દસેય ગણધરોએ પણ વાદ કર્યો નથી, કેમ કે પોતાના મનની શંકા બતાવી દેવામાત્રથી ‘પ્રભુ સર્વજ્ઞ છે’ એમ હૈયામાં બેસી ગયું. અને એકવાર વ્યક્તિ પર સર્વજ્ઞ તરીકે શ્રદ્ધા બેસી ગયા પછી, એમની વાતમાં વાદ નહીં વિશ્વાસ જ હોય. છતાં પ્રભુએ આપેલા સમાધાનોના આધારે ‘ગણધરવાદ’ પ્રસિદ્ધ થયો.)
ગણધરવાદ
બાળકનો વિકાસ માતાને શ્રદ્ધાપૂર્ણ સમર્પિત થવાથી થાય છે, એમ આત્માનો વિકાસ પરમમાતા પ્રભુને શ્રદ્ધાપૂર્ણ સમર્પિત થવાથી જ થાય છે. વાદચર્ચાઓ તો તેલની ઘાણી જેવા છે. બળદ ફર્યા જ કરે, અંત આવે જ નહીં, એમ ચર્ચાઓ ચાલ્યા જ કરે, અંત આવે જ નહી! આસ્તિક પંડિત અને નાસ્તિક પંડિત
For Private & Personal Use Only
Jain Education &ternational
૨૦૩ vjainelibrary.org