________________
વ્યા.
નામ ચોખુ નથી બોલતા... ‘અમારે ત્યાં અજિતશેખર આવી ગયા'. લો બોલો! કોણ છે અજિતશેખર ? મુનિ, વિજય, મહારાજ, બધુ ગયું! જાણે પીછાવગરનો મોર! આપણે તો નોકરને યપાછળ ‘ભાઈ’નું છોગું લગાડીએ. ને સાધુ માટે? આપણને આ રીતે કોઇ બોલાવે, તો? ડાહ્યાલાલ ગાંડાલાલ ડાહ્યા ગાંડા થઈ જાય. ચુનાજી હુકમાઇ ચુના હુકમા થઈ જાય... વાત આ છે, આપણને જ્ઞાનની ગરજ હોય, અને ગુરુપ્રત્યે બહુમાન હોય, તો કમ સે કમ નામ તો વ્યવસ્થિત બોલવું જ જોઈએ) અલબત્ત ઇન્દ્રભૂતિ ગૌતમ તો પોતે કઈ કઈ બાબતમાં પારંગત છે, ઇત્યાદિ વિચારમાં તલ્લીન છે, અને એ વિચારમાં તો છેક સમવસરણ સુધી પહોંચી ગયા. અને જ્યાં પ્રભુને જુએ છે, ને આંખો વિસ્ફારિત થઈ ગઈ. આ કોણ હશે? બ્રહ્મા? ના એતો ઘરડા છે. વિષ્ણુ? ના એ તો કાળા છે. શંકર? ના... એ તો સાપોથી ભયપ્રદ છે. ચંદ્ર ? ના, એ તો કલંક્તિ છે! સુર્ય? ના, એ તો જોઈ ન શકાય એવી તીવકાંતિવાળો છે. મેરુ? ના એ અત્યંત કઠિન છે. તો કામદેવ છે? ના એને શરીર જ નથી. તો આ કોણ છે? અહો! આ તો સર્વદોષમુક્ત અને સર્વગુણસંપન્ન ચોવીસમાં તીર્થકર છે. સુવર્ણસિંહાસન પર રહેલા પ્રભુને જોઇ હવે ઇંદ્રભૂતિને પોતાના યશની ચિંતા થઇ. શિવો રક્ષતુમે યશઃ હે શિવ! મારા યશની રક્ષા કરજે !વળી મનમાં એમ પણ થાય છે કે જો આમને જીતી જાઉં! તો મારો ડંકો વાગી જાય. એટલામાં ભગવાને જ મધુરવાણીથી બોલાવ્યા- હે ઇંદ્રભૂત ગૌતમ! – સુખેન આગતવાનસિ! હે ઇંદ્રભૂતિ ગૌતમ! તું સુખેથી આવ્યો! આ સાંભળી ગૌતમસ્વામી ક્ષણભર ચમક્યા. પછી અભિમાનનો છેલો હુમલો થયો, સૂર્યની જેમ જગપ્રસિદ્ધ એવા મારું નામ કોણ નથી જાણતું? હા, આ મારા મનમાં રહેલી શંકા બતાવે, તો હું સર્વજ્ઞ માનું. ત્યાં તો ભગવાને કહ્યું – ગૌતમ!તમને જીવના વિષયમાં શંકા છે. તમે વેદવાક્યોના અર્થનું ભાવન બરાબર કર્યું નહીં, માટે આ શંકા પડી છે. જુઓ, તમને વેદવાક્યોનો અર્થ બતાવું!
ભગવાનની આ ૩૫ ગુણોથી યુક્ત તથા સાકર,દ્રાક્ષ કે અમૃતને ફીકી પાડી દેતી અનુપમ, મધુર વાણી સમુદ્રના મંથનવખતના ઘોષ જેવી, ગંગાના પૂરના ધ્વનિ જેવી, અથવા તો આદિબ્રહ્મધ્વનિની જેમ ગાજી રહી ! (‘રૂડી ને રઢિયાળી રે...વીર ! તારી દેશના રે... પેલી ડોશી... મોટી ઉંમર, ભયંકર વૃદ્ધાવસ્થા... આગળ પાછળ સંભાળનાર કોઇ નહીં. જંગલમાંથી લાકડા લાવી. પણ શેઠને ઓછા પડ્યા.. ભયંકર અપમાન કરી ફરીથી લાકડા લેવા મોકલી... લાકડાનો ભારો માથે ઉઠાવી પાછી ફરી રહી છે. ઉપર સૂર્ય | ૨૦૨
dan Education Intematonal
For Prie
n al Use Only
www.elbaryo