________________
call
(૬)
Jain Education
ઇન્દ્રભૂતિ ગૌતમ હજી સર્વજ્ઞ અને વૈરાગી નથી, તેથી બીજા સર્વજ્ઞને સહી શકતા નથી, તેથી વિચારે છે આ કો’ક મહાધૂર્ત આવ્યો છે કે જેણે માત્ર લોકોને નહીં, દેવોને પણ ઠગ્યા છે, અને આ દેવો પણ એ ધૂર્તને યોગ્ય જ લાગે છે, જેમકે માખી ચંદનને મુકી કફ ઉપર બેસે છે. ઇત્યાદિ વિચારી આગળ વિચારે છે કે હું સર્વજ્ઞ છું. તેથી પેલો સર્વજ્ઞ નથી. માટે મારે એનો ભાંડો ફોડવો જોઇએ, જેમ ગુફામાં બે સિંહ ન હોય, એમ બે સર્વજ્ઞ કેવી રીતે સંભવે !
આમ વિચારી ગૌતમ ભગવાનને વંદન કરી પાછા ફરતા લોકોને મશ્કરીમાં પૂછે છે – કેવા છે તમારા સર્વજ્ઞ ? ત્યારે લોકો કહે છે – જો ત્રણે લોકના બધા જીવો ગણવા બેસી જાય, આયુષ્ય પુરૂં ન થાય અને ગણિત અબજોની આગળ પણ હોય, તો આ જિનના ગુણ ગાઇ શકાય. લોકો પ્રભુની અનુમોદના કરે છે ને ઇન્દ્રભૂતિ ગૌતમના પેટમાં તેલ રેડાય છે, કાનમાં જાણે શૂળ ભોંકાય છે, કારણ કે ઈર્ષ્યા ઉત્પન્ન થઇ છે. તેથી વિચારે છે કે ઠીક છે ભાઇ! ઉજ્જડ ગામમાં એરંડિયો પ્રધાન... ભોળાઓને ઠગવામાં કુશળતા શી છે ? મારી સામે પોતાનો આ ફટાટોપ ટકાવી શકે, તો માનું ! મારે હવે આ કહેવાતા સર્વજ્ઞનો ભાંડો ફોડવો જ પડશે ! ઇત્યાદિ વિચાર કરી પ્રભુ સામે વાદ કરવા તૈયાર થયા. તે વખતે અગ્નિભૂતિ કહે છે- અરે ! તમારે એ તુચ્છ વાદીને હરાવવા જવાની જરૂરત નથી, હું જઇને હરાવી આવું છું... કમળને ઉખેડવા કંઈ ઐરાવણ હાથી ન લવાય. ત્યારે ઇન્દ્રભૂતિ અભિમાનના હુંકાર સાથે કહે છે-અરે! તમે શું, મારો આ નવો વિદ્યાર્થી પણ એને હરાવી શકે એમ
છે.
. પણ ‘વાદી આવ્યો છે’ આ સાંભળી મારું મન હેતુ નથી, માટે હું જાઉં છું, કેમ કે બધા વાદીરૂપ તલને પીલી નાંખતા આ એક બચી ગયો છે, તેને પણ જો ન પીલું, તો જેમ એક વખત શીલખંડનવાળી સ્ત્રી સતી નથી રહેતી, તેમ એકને પણ હરાવવાનો બાકી રહી જાય તો વાદી તરીકેની ખ્યાતિ શુદ્ધ રહેતી નથી... ઇત્યાદિ વચનો કહી પોતે વાદ કરવા પંડિત બ્રાહ્મણને યોગ્ય વેશભૂષા કરી નીકળ્યા. એમની પાછળ એમને પૂર્ણતયા સમર્પિત પાંચસો વિદ્યાર્થીઓ પોતાના ગુરુની સરસ્વતી કંઠાભરણ ! વાદિગજસિંહ ! વગેરે રૂપે બિરુદાવલી ગાતા ગાતા નીકળ્યા. (આ વિદ્યાર્થીઓને અદ્ભુત ગુરુબહુમાન અને સમર્પણભાવ છે, તેથી જ તેઓ ગૌતમસ્વામીની દીક્ષાવખતે પણ સાથે દીક્ષા લેવાના છે. એ બધા સરસ્વતીના ઉપાસકો છે, માટે ગુરુની આવી બિરુદાવલી ગાઈ શકે છે, આપણે બધા લક્ષ્મીના ઉપાસકો ! તેથી બિરુદાવલી તો છોડો, ગુરુનું
૨૦૧ www.jainelibrary.org