SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યાર ગણધરોના નામ, એમનો વિદ્યાર્થી પરિવાર અને એમની શંકાનું કોષ્ટક. | નામ | ઇન્દ્રભૂતિ | અગ્નિભૂતિ | વાયુભૂતિ | વ્યક્ત | સુધર્મા | મડિત | મૌર્યપુત્ર, અકંપિત અચલભ્રાતા | મેતાર્થ પ્રભાસ |કુલ અગ્યારનો પરિવાર પરિવાર ૫૦૦ | પ00 | પ૦૦ ૫૦૦ ૫૦૦ | ૩૫૦ | ૩૫૦ | ૩૦૦ / ૩૦૦ | ૩૦૦ ૩૦૦ | ચાર હજાર ચારસો શંકા | જીવ | કર્મ | તજજીવ | પાંચભૂતનું જે જેવો હોય | કર્મબંધ દેવ | નારક | પુણ્ય | પરલોક | મોક્ષ આ સિવાય બીજા પણ શંકર, ઈશ્વર, ગંગાધરવગેરે પંડિતો ભેગા થયા હતા. યજ્ઞનો ધૂમાડો ઉપર જતો અને દેવોને નીચે ઉતરતા જોઈ આ ઇંદ્રભૂતિવગેરે ખુશ થઈ વિચારવા લાગ્યા- અહો! યજ્ઞનો મહિમા!કે આ દેવો યજ્ઞમાં સાક્ષાત્ પધારી રહ્યા છે...! પણ ત્યાં તો દેવો યજ્ઞમંડપ છોડી મહાસેનઉદ્યાનમાં પ્રભુને વાંદવા આગળ વધી ગયા. તેથી આ બ્રાહ્મણો ખિન્ન થયા. લોકો પાસેથી દેવો પણ સર્વજ્ઞને વંદન કરવા જઇ રહ્યા છે” આ સાંભળી પોતાને સર્વજ્ઞ માનતા ઇંદ્રભૂતિના પેટમાં તેલ રેડાયું. | (સંસારના માનાકાંક્ષી જીવમાં અને વૈરાગી જીવમાં આ ફરક છે. વૈરાગી પોતાને જે આનંદદાયક સાધના મળી છે, તે બધાને મળે એવી ભાવનામાં હોય. તેથી જ વૈરાગ્યમાં નિર્દોષતા, સરળતા અને શાંતિ છે. માનાકાંક્ષી જીવ પોતાને જ શ્રેષ્ઠ સાધન મળે, બીજા કોઇને નહીં, એવી ભાવનામાં હોય છે. જૈનેતરમાં વાત આવે છે કે સીતાના સ્વયંવરમાં જતા પહેલા રાવણ શિવજીના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો. એણે પ્રાર્થના કરતાં કહ્યું - એવું વરદાન આપ કે સીતા મને જ મળે. પછી ઉમેરતાં કહ્યું અને જો મને ન મળે, તો બીજા કોઇને ન મળે ! તેથી જ સંસારમાં અશાંતિ, પ્રપંચ દ્રોહ વગેરે છે ને?) ૨0 Gain Education intematonal For Private & Fersonal Use Only www brary
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy