________________
૫.
(૬)
ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું તેનો મહિમા કરવા ઇંદ્રો અને દેવો આવ્યા. ભગવાને ત્યાં ક્ષણિક દેશના આપી. પછી એક પણ સાધુ-સાધ્વી વિના માત્ર દેવોના સાંનિધ્યમાં વિહાર કરી અપાપાપુરીના મહાસેન ઉદ્યાનમાં પધાર્યા. (કેવળજ્ઞાન પછીના કલ્પરૂપે આ દેશના આપી. પણ કોઈ જીવ પ્રતિબોધ પામી દીક્ષા લે તેવો ન હોવાથી એક પ્રહરના બદલે અલ્પકાળમાં આટોપી લઇ એકલા વિહાર કર્યો. આના સૂચિતાર્થો – (૧) ઉચિત આચાર કદી ચૂકવો નહીં. (૨) જો બોલવાથી અર્થ સરવાનો ન હોય, તો બહુ બોલવું નહીં. (૩) તીર્થની સ્થાપના અને તીર્થ ચાલે સાધુ-સાધ્વીવર્ગથી. એ વિના કરોડો દેવતા પણ શું કામના ? અહીં માનવભવની મહત્તા અને એ ભવમાં સંયમની ઉત્કૃષ્ટ મહત્તા સિદ્ધ થાય છે. (૪) ભગવાને મરીચિના ભવમાં ઉત્સૂત્ર પ્રરૂપણા કરેલી... શું એના પરિણામે પ્રથમ દેશના નિષ્ફળ ગઈ હશે ? એ કેવું વિચિત્ર દશ્ય હશે કે કરોડો દેવોથી વીંટળાયેલા અને આઠ પ્રાતિહાર્યથી યુક્ત ભગવાન એક પણ શિષ્યાદિ પરિવાર વિના જીંભિક ગામથી અપાપાપુરી-મહાસેન ઉદ્યાન સુધી વિહાર કરીને ગયા.)
ત્યાં સોમિલ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરાવી રહ્યો હતો. હજારો બ્રાહ્મણો ત્યાં આવ્યા હતા. એમાં ઇન્દ્રભૂતિવગેરે અગ્યાર મુખ્ય પંડિતો હતા. આ અગ્યારે પંડિતો વેદના પારગામી અને સર્વવિદ્યાવિશારદ હતા. પણ પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવચનોના કારણે એક-એક શંકાવાળા હતા. છતાં પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવતા હતા, અને આ ઘમંડ જાળવી રાખવા જ શંકાઓ એક બીજાને પૂછતા ન હોતા. (મિથ્યાત્વ અને અહં સંશય અંગે પૂછતા અટકાવે. અને જ્યાં સંશય ઊભો થાય કે ઊભો રહે, ત્યાં ભેદ પણ ઊભો રહે. સમ્યક્ત્વ અને નમ્રતા સમાધાનતરફ લઈ જાય... સંશય મટે અને અભેદ ઊભો થાય. કેશી ગણધરે ગૌતમસ્વામીને સંશયો પૂછ્યા. સમાધાન મળ્યું, પછી ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ભળી ગયા. અભેદભાવ આવી ગયો.)
Jain Education International
For Private & Personal Use Only
૧૯૯ jainelibrary.org