________________
R
દીક્ષા તપ
' માસી
દિવસ
ભગવાનના તપનું કોષ્ટક:છમાસી| છમાસી | ચાર |ત્રિમાસી | અઢી | બેમાસી | દોઢ | માસ | પક્ષ | ભદ્ર | મહાભદ્ર | સર્વતોભદ્ર | અમ | છઠ્ઠ | પારણા | | તપ | માસી
માસી | ક્ષમણ ] ક્ષમણ | પ્રતિમા | પ્રતિમા | પ્રતિમા ૧ |(પાંચ દિવસ | ૯ | ૨ | ૨
૨ | ૧૨ | ૭૨ | દિવસ | દિવસ | દિવસ | ૧૨ | ૨૨૯] ૩૪૯ ઓછા-૧)
૨ | ૪ | ૧૦ (આ જ ભવે નિશ્ચિત મોક્ષવાળા પ્રભુએ આટલો તપ ને આટલી સાધના કરી એ સિદ્ધ કર્યું કે દુનિયાના ક્ષેત્રમાં પ્રારબ્ધ અને ભવિતવ્યતા મુખ્ય છે. જ્યારે સાધનાના ક્ષેત્રમાં તપસાધનામાં પુરુષાર્થ કર્યા વિના ચાલે એમ જ નથી. ભગવાને આત્મકલ્યાણસાથે પરકલ્યાણમાટે આટલી સાધના કરી, ને આપણે પોતાના કલ્યાણ માટે પણ સાધના કરવામાં અખાડા કરીએ તે કેમ ચાલે?)
આ રીતે અનુત્તર તપ-સંયમ-સાધનાથી પોતાને ભાવિત કરતાં પરમાત્માના સાધનાકાળના તેરમાં વર્ષમાં વૈશાખસુદ દસમી તિથિએ પશ્ચિમપોરસીએ પ્રમાણ પ્રાપ્ત સુવ્રત નામના દિવસે વિજય મુહૂર્વે જંભિકગામની બહાર ઋજુવાલિકા નદીના કિનારે વ્યાવૃત્ત નામના વ્યંતરના જીર્ણ મંદિરથી થોડે દૂર, શ્યામાક નામના ગાથાપતિના ખેતરમાં, શાલવૃક્ષની નીચે, ગોદોહિકા આસનમાં, ભગવાન આતાપના લઈ રહ્યા હતા. તેવખતે ભગવાનને ચોવિહાર છઠ્ઠ હતો. ભગવાને ક્ષપકશ્રેણિ માંડી અને શુક્લધ્યાન આરંભ્ય. આ શ્રેણિ અને ધ્યાનના પ્રભાવે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતિકર્મનો ક્ષય થવાથી ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે પ્રભુ વીતરાગ બન્યા અને અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, અખંડ કેવળજ્ઞાન અને કેવળદર્શન
an Education
tematical
For Pay
& Pesson
Use Only
library