SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યા. (૬) સૂત્ર ૧૧૯) ભગવાન ચોમાસા સિવાયના કાળમાં ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત રોકાતા. પ્રભુ વાસીચંદનઅંગે સમાન હતા, (અર્થાત્ કોઈ વાસી=રંધાથી છોલવા આવે કે કોઈ ચંદનલેપ કરવા આવે, પ્રભુ સમવૃત્તિવાળા હતા, અથવા રંધો ચંદનના લાકડાને છોલી નાંખે, તો પણ ચંદન તેને સુવાસિત કરે, તેમ પ્રભુ પોતાનાપર ઉપસર્ગ કરનારપર પણ કરુણાવાળા હતા.) ભગવાન ઘાસ કે મણિ, સોનું કે ઢેકુ સમાનભાવે જોતા હતા. સુખ-દુઃખમાં સમભાવવાળા હતા. આલોક-પરલોકની અપેક્ષાથી મુક્ત હતા. જીવન-મરણ પ્રત્યે નિરાકાંક્ષ હતા. સંસારપારગામી હતા. કર્મશત્રુનો નાશ કરવા ઉદ્યમશીલ હતા. (જેમ કોઇ નગરમાં વર્ષોથી જામેલી શરાફી પેઢી એ નગર છોડી બીજે સ્થાયી થવાની છે એવા સમાચાર સાંભળી બધા પોત-પોતાના પૈસા ઉપાડી લેવા, હિસાબ કરી લેવા ધડાધડ દોડી આવે છે, તેમ અનંતકાળથી સંસારમાં રહેલો પ્રભુનો આત્મા હવે મોક્ષમાં સ્થાયી થવાનો છે એમ લાગવાથી બધા કર્મો ધડાધડ પોત-પોતાની ઉઘરાણીમાટે ભગવાનના આત્માપર તૂટી પડ્યા. પણ ભગવાન સદ્દશિરોમણ હતા... તેથી બધા કર્મોનું બધું દેવું સ્વસ્થતાથી ચૂકવી આપ્યું.) સૂત્ર ૧૨૦) ભગવાનના જ્ઞાન, દર્શન, ચારિત્ર, આલય, વિહાર, વીર્ય, સરળતા, નમ્રતા, નિઃસ્પૃહતા, તુષ્ટિ, ગુપ્તિ, ક્ષમા વગેરે બધું જ અનન્ય હતું. ભગવાને સાડા બાર વરસની સાધનાકાળમાં ક્યારેય આડા પડી નિદ્રા નથી લીધી. પલાંઠી વાળી શાંતિથી બેસવાનું કર્યું નથી. હંમેશા કાઉસગ્ગ-ધ્યાનમાં રહેતા હતા. એટલું જ નહીં, કદી એક સાથે બે દિવસ એકાસણા પણ કર્યા નથી. તો કદી બેથી ઓછા ઉપવાસ પણ કર્યા નથી. ભગવાનના બધા પારણા ઠામ ચોવિહાર એકાસણારૂપ હતા, અને બધા ઉપવાસ ચોવિહાર હતા. કુલ બાર વર્ષ છ માસ અને પંદર દિવસના સાધનાકાળમાં મુહૂર્તમાત્ર(=અડતાલીશ મીનીટ) નાપ્રમાદકાળવાળા પ્રભુના તપની વિગત આ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only ૧૯૬ www.jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy