________________
બંધાયા કરતા હોય છે.) પ્રભુ મન-વચન-કાયાને અશુભમાંથી રોકવારૂપે ગુખ હતા. ઇંદ્રિયોને વશમાં રાખી હોવાથી ગુફેંદ્રિય હતા. ભગવાન ક્રોધ-માન-માયાલોભથી મુક્ત હતા. શાંત, પ્રશાંત, ઉપશાંત હતા. સર્વસંતાપથી રહિત હતા. પાપના હિંસાદિ આશ્રયસ્થાનોથી રહિત હતા. મમત્વથી મુક્ત હતા. ભગવાન પાસે કશું હતું નહીં. સોના આદિના ગ્રંથ=પરિગ્રહથી રહિત હતા. કર્મ અને રાગાદિના લેપ વિનાના હતા. જેમાં કાંસ્યપાત્ર પાણીથી આર્ટ થતું નથી, તેમ પ્રભુ રાગાદિથી આર્ત ન હતા. ભગવાન શંખની જેમ રાગાદિથી રહિત હોવાથી નિરંજન હતા. પ્રભુ પરભવ કે મોક્ષમાં જતા) જીવની જેમ સર્વત્ર અસ્મલિતગતિવાળા હતા. આકાશની જેમ અન્યના આધારની અપેક્ષા ન હોવાથી નિરાલંબન હતા. (આપણને સાધનામાર્ગે આગળ વધવા ભગવાનના આલંબનની જરૂરત છે.) ભગવાન ક્યાંય પણ અવસ્થાન કરતાં ન હોવાથી વાયુની જેમ અપ્રતિબદ્ધ હતા. શરદઋતુના સ્વચ્છ તળાવની જેમ કપટાદિ કલુષતા ન હોવાથી શુદ્ધ હૃદયવાળા હતા. કમળના પાંદડાની જેમ કર્મલેપથી રહિત હતા. કાચબાની જેમ ગુમેન્દ્રિય હતા. ગેંડાના શિંગડાની જેમ રાગાદિ વિનાના હોવાથી એક હતા. પંખીઓની જેમ અનિયત આવાસવાળા હોવાથી વિપ્રમુક્ત હતા. પ્રભુ ભારંડપંખીની જેમ અપ્રમત્ત હતા. (ભારંડપંખીમાં બે જીવના બે શરીર પેટથી જોડાયેલા હોય છે, તેઓ મનુષ્યની ભાષા બોલી શકે. જ્યારે બંને જીવની ઇચ્છા ભિન્ન થાય, ત્યારે પેટ ફાટી જવાથી મોત થાય. માટે બંને હંમેશા અપ્રમત્ત ) પ્રભુ કર્મશત્રુપ્રતિ હાથીની જેમ શૂર હતા, તો મહાવ્રતના વહનમાં વૃષભની જેમ સક્ષમ હતા. પરિષણાદિ પશુઓને જીતવામાં સિંહ જેવા દુધર્ષ હતા. ઉપસર્ગાદિ સામે મેરુની જેમ અચળ હતા. હર્ષ-શોકના પ્રસંગમાં પણ સાગર જેવા ગંભીર હતા. શાંત હોવાથી ચંદ્ર જેવા સૌમ્ય હતા. તો જ્ઞાન અને દેડકાંતિથી સૂર્ય જેવા તેજવાળા હતા. ભગવાન કર્મમળ રહિત થવાથી સોનાની જેમ દીપ્ત હતા. પૃથ્વીની જેમ પ્રભુ ઠંડી-ગરમી વગેરે બધું સહન કરી લેતા હતા. તથા ભગવાન સારી રીતે પ્રગટેલા અગ્નિની જેમ તેજસ્વી હતા.
(ભગવાનને ઘણાની ઉપમા આપી, પણ કોઈ મનુષ્યની ઉપમાન આપી, કેમ કે મનુષ્યમાં બધી સંભાવનાઓ રહી છે. એક તો બધા એકસરખા નથી, ને એક વ્યક્તિ પણ હંમેશા
II ૧૯૪
Gain Education Intematonal
For Private & Personal Use Only
www.elbaryo