________________
બધા જીવો- ભલે પછી તે ભયંકર કષ્ટ આપતા દેખાતા હોય, મિત્રો જ છે. કર્મક્ષયમાં ઉપકારી છે. તેથી વાત્સલ્યપાત્ર અને ક્ષમાપાત્ર જ છે. ફરિયાદ કરવી હોય, તો તેમના વર્તમાનની કે વર્તનની નહીં, પણ તેમના ભવિષ્યમાં સંભવિત દુઃખમય જીવનની જ કરો. ‘એ બિચારાનું શું થશે?” બસ આ જ વિચાર રાખો.) પછી સંરોહિણી ઔષધિથી પ્રભુના બંને કાન રુઝાવી નાખી, વંદન કરી, સિદ્ધાર્થ તથા ખરક વૈદ પોતપોતાના સ્થાને ગયા.
વૈદ અને સિદ્ધાર્થ મરીને દેવલોકમાં ગયા, અને ખીલા મારનાર ગોવાળીઓ મરીને સાતમી નરકે ગયો. આ પ્રમાણે પ્રભુને ઉપસર્ગો થયા. પ્રભુને થયેલા ઉપસર્ગોની શરૂઆત પણ ગોવાળીઆથી થઈ અને ઉપસર્ગની સમાપ્તિ પણ ગોવાળીઆથી જ થઈ.
મહાવીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા વિભાગ પાડીએ; તો કટપૂતના વ્યંતરીએ કરેલો શીત ઉપસર્ગ તે જઘન્ય ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ, સંગમદેવે જે કાળચક્ર પ્રભુપર મુક્યું તે મધ્યમ ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ અને કાનમાંથી જે ખીલા ખેંચાયા, તે ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ જાણવો. આ બધા ઉપસર્ગો પ્રભુએ પરમશાંતિ અને નિશ્ચળતાપૂર્વક સહન કર્યાં. ઇતિ શમ્.
સૂત્ર ૧૧૮) શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અણગાર હતા. પ્રભુજી (૧) ગમનાગમનના અવસરે ઈર્યાસમિતિવાળા હતા, (૨) બોલવાના અવસરે ભાષાસમિતિવાળા હતા, (૩) ગોચરી ગ્રહણ કરતી વખતે બેંતાલીશ દોષો ન લાગે તેના ઉપયોગ માટે એષણા સમિતિવાળા હતા (૪) વસ્ત્રાદિના લેવા-મુકવામાં આદાન-ભંડ-મત્ત-નિક્ષેપના-સમિતિવાળા અને (૫) મળ-મૂત્રાદિ પરઠવતી વખતે ઉચ્ચાર-પાસવણ-ખેલ-જલ -પારિષ્ઠાપનિકા-સમિતિવાળા હતા. (જો કે ભગવાનને વસ્ત્રાદિ લેવા-મુક્વાનું કે પરઠવવાયોગ્ય કફ વગેરે સંભવતા નથી. છતાં પાઠ અખંડિત રાખવા આ વાત કરી છે.) પ્રભુ મનની, વચનની અને કાયાની સમ્યક પ્રવૃત્તિવાળા હતા. (જયણાપૂર્વકની પ્રવૃત્તિ સમિતિરૂપ છે, તેનાથી કર્મબંધ થતો નથી. ચાલવું-બોલવું વગેરેમાં વિવેક-ઉપયોગ-જયણા ન રહેવાથી કર્મો
II ૧૯૩
Gain Education remational
www
baryo