________________
આ વખતે ચદનાએ વિચાર કર્યો કેઃ “જો કોઈ ભિક્ષુક આવી ચડે, તો તેને વહોરાવીને હું પારણું કરું.’
તે જ સમયે એના ભાગ્યયોગે, છ મહિનામાં પાંચ દિવસ ઓછા ઉપવાસવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ભિક્ષાર્થે ફરતા ફરતા ત્યાં પધાર્યા. ચંદનાએ પ્રભુને અદડના બાકળા ગ્રહણ કરવાની આનંદસાથે વિનંતિ કરી.
પણ અભિગ્રહમાં આંખમાં આંસુની વાત બાકી રહેતી હોવાથી પ્રભુ પાછા ફરવા માંડ્યા. ત્યારે ચંદનાને રાજપાટ જવાનું, માતાના મોતનું, ચૌટામાં વેંચાવાનું કે આ રીતે મુળાદ્વારા ત્રાસ પામવાનું જે દુઃખન થયું, તેથી કંઈક ગણું વધુ દુઃખ થયું અને એ વિચારથી રડી પડી કે- “હું કેવી અભાગિણી કે આ અવસરે પધારેલા પ્રભુ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા.” તે વખતે પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ પાછા ફરી અડદના બાકળા વહોર્યા. પ્રભુનો અભિગ્રહપૂર્ણ થવાથી પ્રસન્ન થયેલા દેવોએ વસુધારા વગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા.
“પ્રાજ્ઞ લોકો ચંદનાને બાળા કેમ કહેતા હશે? કેમ કે તેણે તો મહાવીર પ્રભુને બાકળા આપીને મોક્ષ મેળવી લીધો.”
શકેંદ્ર ત્યાં આવ્યા. દેવો નૃત્ય કરવા લાગ્યા, ચંદનાના માથામાં સુશોભિત કેશપાશ થઈ ગયો, અને ચંદનાના પગની બેડીની જગ્યાએ ઝાંઝર થઈ ગયા. મૃગાવતી રાણી ચંદનાની માસી થતી હતી, તે તથા શતાનીક રાજા દેવદુંદુભિનો અવાજ સાંભળીને ત્યાં આવ્યા અને ચંદનાને પોતાના ઘરે આદરપૂર્વક લઈ ગયા. ચંદનાના કહેવાથી સોમૈયા ધનાવહશેઠને આપવામાં આવ્યા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ પૂંભિકા ગામે પધાર્યા. ત્યાં શક્રેન્દ્ર આવી પ્રભુ પાસે નાટારંભ કર્યો. અને કહ્યું - “હે પ્રભુ! હવે આપશ્રીને થોડા દિવસોમાં કેવલજ્ઞાન
I ૧૯૦
dan Education international
For Private & Fersonal Use Only
www
brary