SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યા. (૬) ઉત્પન્ન થશે.’’ ત્યાંથી વિહાર કરી પ્રભુ ઢિક ગામે આવ્યા. ત્યાં ચમરેન્દ્રે આવીને પ્રભુને વંદન કરી સુખશાતા પૂછી. ત્યાંથી વિહાર કરી પ્રભુ ષણ્યાનિ નામના ગામની બહાર પ્રતિમાધ્યાને ઊભા રહ્યા. એક ગોવાળીઓ પોતાના બળદો પ્રભુ પાસે મૂકી ગામમાં ગયો. ગોવાળ જ્યારે પોતાનું કાર્ય પતાવી ગામ બહાર આવ્યો, ત્યારે પોતાના બળદો ત્યાં નહિ જોતાં, તે પ્રભુને પૂછવા લાગ્યો કે : “ હે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા ?’’ પ્રભુ તો ધ્યાનમાં જ ઊભા રહ્યા. ગોવાળે ક્રોધે ભરાઈ પ્રભુના બંને કાનમાં ડાળીના બે ખીલા બનાવી ઠોકી દીધા અને કોઈને ખબર ન પડે તેમાટે બહારથી કાપી નાંખ્યા. પ્રભુને ત્રિપૃષ્ઠવાસુદેવના ભવનું શય્યાપાલકના કાનમાં સીસાનો રસ રેડવાનું પાપ ઉદયમાં આવ્યું. તેથી જ ઇંદ્ર પણ આ પ્રસંગે ભગવાનને આ કષ્ટમાંથી બચાવવા આવી શક્યા નથી. તે શય્યાપાલકનો જીવ ઘણાં ભવભ્રમણ કરી, આ ભવમાં ગોવાળીઓ થયો હતો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ મધ્યમ અપાપામાં પધાર્યા. ત્યાં પ્રભુ ભિક્ષામાટે સિદ્ધાર્થ નામના વાણિઆના ઘરે ગયા. ત્યારે ત્યાં મિત્રભાવે આવેલા ખરક નામના વૈદે પ્રભુની મુખમુદ્રા ઉપરથી જાણ્યું કે પ્રભુના શરીરમાં કાંઇક પણ શલ્ય હોવાથી પ્રભુને દરદ થતું હોવું જોઈએ. પ્રભુ તો ઉદ્યાનમાં આવીને કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. સિદ્ધાર્થ અને વૈદ પણ ત્યાં આવી પહોંચ્યા. ખરક વૈદે શલ્યનું સ્થાન શોધી લીધું. તેણે સિદ્ધાર્થની સહાયથી તેલવગેરેના પૂર્વ પ્રયોગો કરી સાણસા વડે પ્રભુના કાનમાંના બંને ખીલા ખેંચી કાઢ્યા. જે વખતે ખીલા ખેંચી કાઢ્યા, તે વખતે પ્રભુથી એક કારમી ચીસ પડાઈ ગઈ. એ ચીસથી એ ઉદ્યાન ‘મહાભૈરવવન’ તરીકે પ્રસિદ્ધ થયું અને ત્યાં લોકોએ દેવકુલિકા બનાવી. પ્રભુનું આ આર્તધ્યાન ન હતું, પણ શરીરશક્તિથી અધિક પીડા થવાથી નીકળી ગયેલી રાડ હતી. (વિચારો, કેવી ભયંકર પીડા હશે ! ભગવાન જો આપણા નાથ હોય, તો ભગવાનની આ વાતો આપણે સ્વીકારી લેવી જ જોઇએ કે (૧) જો મોક્ષ જોઇએ છે, સિદ્ધિને હાથવગી કરવી છે, તો શરીરનો પૂરો કસ નીકળી જાય, ત્યાં સુધી સાધના કરો. શરીરને સાચવો નહીં, શરીરથી સાધી લો. (૨ )સહન જ કરો, ગમે તેનું For Private & Personal Use Only Jain Education International ૧૯૧ jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy