________________
વ્યા. |
વહોરવા; કાલથી ભિક્ષાનો સમય વીતી ગયા પછી મળે તો જ વહોરવા, અને ભાવથી કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, તેનું મસ્તક મૂંડાવેલું હોય; પગમાં બેડી હોય, રુદન કરતી હોય અને ત્રણ દિવસના ઉપવાસ થયા હોય, એવી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું. આ પ્રમાણે અભિગ્રહ કરી પ્રભુ રોજ ગોચરીએ જાય, પણ અભિગ્રહ પૂરો ન થયો. - તે વખતે શતાનીક રાજાએ ચંપા નગરી ઉપર ચડાઈ કરી. ચંપા નગરીનો રાજા દધિવાહન હાર્યો. દધિવાહન રાજાની રાણી ધારિણી અને વસુમતી નામની રાજપુત્રીને એક સુભટ પકડીને પોતાના કબજામાં રાખ્યાં. એમાં ધારિણી રાણીને પોતાની સ્ત્રી તરીકે રહેવાનું કહેતાં જ તે સતી પોતાની જીભ કચરીને મરણ પામી. પછીતે સુભટવસુમતીને આશ્વાસન આપી પોતાની પુત્રી તરીકે રાખવાનું સમજાવી, કૌશાંબીના ચૌટામાં વેચવા માટે લાવ્યો. ધનાવહનામના શેઠે વસુમતીને ખરીદી પુત્રી તરીકે રાખી. ‘ચંદના' નામ રાખ્યું.
એક વાર શેઠ બપોરના ઘરે જમવા આવ્યા. ચંદનાના વાળ ભીના પાણીમાં પડ્યા. શેઠે સરળ ભાવે વાળને ઊંચા કર્યા અને આદરથી બાંધી દીધા. શેઠપત્ની મુળા આ જોઇ અદેખાઈથી વિચારવા લાગી કેઃ “નક્કી ભવિષ્યમાં શેઠ આ બાળાને પોતાની પત્ની બનાવશે, અને મારી બુરી વલે થશે.”
એક વાર શેઠ બહાર ગયા, ત્યારે લાગ જોઈ મુળા શેઠાણીએ ચંદનાનું માથું મુંડાવી બંને પગમાં બેડી પહેરાવી, ખૂબ માર મારી એક અંધારા ઓરડામાં પૂરી, દરવાજે તાળું મારી પોતાના પિતાના ઘરે ચાલી ગઈ. શેઠ બહારગામથી આવ્યા પછી ચોથા દિવસે ચંદનાને ઓરડામાં પૂર્યાની વાતની ખબર પડી. ઓરડાનું તાળું ખોલાવ્યું, અને તત્કાળ એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપી ઉંબરા પાસે બેસાડી પગની બેડી તોડાવવા લુહારને બોલાવવા ગયા.
૧૮૯
Gain Education remational
For Private & Fersonal Use Only
W
ellbaryo