________________
દેવોની સામે જોઈને કહ્યું કેઃ “હે દેવો! આ કર્મચંડાલ પાપાત્મા આવે છે, તેનું મુખ જોવાથી પણ પાપ લાગે તેમ છે. એણે આપણા સ્વામીને કનડીને મારો મોટો અપરાધ કર્યો છે. એ દુષ્ટ આપણાથી તો નર્યો, પરંતુ પાપથી પણ ન ડર્યો. આ અપવિત્રદુરાત્માને સ્વર્ગમાં સ્થાન ન મળવું જોઈએ. એને જલ્દી કાઢી મૂકો.” આ પ્રમાણે ઇન્દ્રની આજ્ઞા થતાં જ, ઇન્દ્રના સુભટો લાકડી, પાટુ, મુષ્ટિવગેરેથી તેને મારવા લાગ્યા અને અંતે સૌધર્મ સભામાંથી ધક્કો મારી બહાર કાઢી મુક્યો. દેવીઓએ પોતાના હાથની આંગળીઓ મરડી, પોતાનો તિરસ્કાર જાહેર કર્યો. સામાનિક દેવોએ પણ તેને ખૂબ ધમકાવ્યો. આ રીતે ચારે તરફથી તિરસ્કાર પામેલો તથા ચોરની માફક આજુબાજુ નિહાળતો – મૂઢ જેવો દેખાતો તે સંગમ પ્લાનમુખે મેરુપર્વતની ચૂલા ઉપર પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય પુરું કરવા રહેવા ગયો.
પછી સ્વામીને આલંભિકામાં હરિકાંત નામનો વિદ્યુતકુમારઇન્દ્ર, અને શ્વેતાંબિકામાં હરિસ્સહ વિદ્યુતેંદ્ર વંદન કરવા આવ્યા. શ્રાવસ્તીમાં શક્રે સ્કન્દની પ્રતિમામાં આવી, એ પ્રતિમા રૂપે પ્રભુને વંદન કર્યા, તેથી ત્યાં પ્રભુનો મોટો મહિમા થયો. કોસાંબીમાં ચંદ્ર-સૂર્ય, વાણારસીમાં શક્ર, રાજગૃહીમાં ઈશાનેન્દ્ર, મિથિલામાં જનકરાજા અને ધરણંદ્ર એમ બધા ક્રમશઃ સુખશાતા પૂછવા આવ્યા. (પ્રભુએ કર્મ ખપાવવાના હતા, તેથી ઉપસર્ગવખતે કોઇ નહીં આવ્યું, ને પછી બધા શાતા પૂછવા આવ્યા.) પછી વૈશાલીમાં પ્રભુએ અગ્યારમું ચોમાસુ કર્યું. ત્યાં ભૂતેન્દ્ર પ્રભુની શાતા પૂછી. પછી પ્રભુ સુસુમાર નગરમાં ધ્યાને હતા, ત્યારે અમરેન્દ્રના ઉત્પાત નામનું અચ્છેરું થયું. પછી પ્રભુ કૌશાંબી નગરે પધાર્યા.
કૌશાંબીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મૃગાવતી નામે રાણી હતી. વિજયા નામની પ્રતિહારી હતી. ત્યાં વાદી નામનો ધર્મપાઠક તથા સુગુપ્ત નામે પ્રધાન હતો. સુગુપ્તને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી. નંદા મૃગાવતીની સખી હતી. ત્યાં પ્રભુએ પોષ વદિ (ગુજ. માગસર વદ) એકમના એવો ઉગ્ર અભિગ્રહ કર્યો કેઃ ‘દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદ મળે તો જ વહોરવા, ક્ષેત્રથી એક પગ ઉંબરામાં અને બીજો પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તો જ
|| ૧૮૮
dan Education filematonal
For Private & Personal Use Only
www
baryo