________________
મ્યા.
(૬)
સમર્થ છે, છતાં તે તે તુચ્છ અપરાધી સંગમપર દયા રાખી... આમ વિચારી ક્રોધથી તારા ચિત્તને છોડી ક્રોધ રવાના થઇ ગયો. (અર્થાત્ ક્રોધને તારાપર ક્રોધ આવ્યો, તેથી ક્રોધ વિનાના થવાથી પ્રભુને ક્રોધ નથી આવતો.)
પછી પણ સંગમે પ્રભુનો કેડો મુક્યો નહીં. છ મહીના સુધી વિવિધ ઉપસર્ગો કર્યા અને નિર્દોષ ગોચરી મળવા દીધી નહીં. આમ છ મહીનાના ઉપવાસી ભગવાન છ મહીનાના અંતે ‘હવે તે દેવ ગયો હશે’ એમ માની વજ્રગામના ગોકુળમાં ગોચરી ગયા. ત્યાં પણ ગોચરીમાં દોષ લગાડેલો જાણી એ જ સમતાથી પાછા ફરી ગામની બહાર કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા.
પછી તે સંગમે અવધિજ્ઞાનથી પ્રભુના કોઇ પણ રીતે સ્ખલના નહીં પામેલા વિશુદ્ધ પરિણામ જાણ્યા. તેથી વિલખો થઈને શક્રની બીકથી પ્રભુને વંદન કરી સૌધર્મ દેવલોક તરફ ચાલ્યો ગયો. ત્યાર પછી તે જ ગોકુલમાં જતી એક વૃદ્ધ ભરવાડણે પ્રભુને દૂધપાકથી પારણું કરાવ્યું. તે દાનથી સંતુષ્ટ થયેલા દેવોએ ત્યાં વસુધારા વગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યાં. (ભગવાને તો એ સંગમની પણ દયા જ ચિંતવી. જગતને તારવાની ભાવનાવાળા પોતાને પામી આ અનંતકાળ દુઃખ સહન કરશે, એ વિચારથી કરુણાસભર હૃદય ઊભરાઈ જવાથી પ્રભુની આંખમાં ઝળઝળિયા આવી ગયા. પોતાના સંપર્કમાં આવેલા ચંડકૌશિક વગેરેને સમ્યક્ત્વાદિ આપનારા આ દયાળુ દેવે સંગમને આંસુના દાન દીધા ! મહાપુરુષો ખરેખર જાત પ્રત્યે કઠોર અને જગત પ્રત્યે કોમળ હોય છે !)
સંગમ ભગવાનને ઉપસર્ગ કરવા નીકળ્યો ત્યારથી સૌધર્મ દેવલોકવાસી દેવદેવીઓના ઉદ્વેગનો પાર ન હતો. શક્રેન્દ્રે સૌધર્મસભામાં ચાલતાં નાચ – ગાન તથા રંગ – વિલાસ પણ બંધ કરાવી દીધા હતા. ‘મેં કરેલી પ્રશંસાના કારણે જ પ્રભુને આટલા બધા ઉપસર્ગો સહન કરવા પડ્યાં’ એમ વિચારતો તે શક્ર છ મહીના સુધી હાથ ઉપર મસ્તક ટેકવી વ્યગ્ર ચિત્તે નીચું મુખ રાખીને બેઠા રહ્યા. પ્રતિજ્ઞાભ્રષ્ટ અને વિલખા મુખવાળા પાછા ફરેલા સંગમને જોઈ ઇન્દ્રે પોતાની નજર ફેરવી નાખી, બીજા
For Private & Personal Use Only
Jain Education International
૧૮૭
janelibrary.org