________________
કરણ વિલાપ કરતા દેખાડ્યા. (૧૪) પછી સંગમે એક છાવણી વિકુવી. છાવણીના માણસોએ ભાત રાંધવા પ્રભુના બન્ને પગ વચ્ચે આગ સળગાવી, ઉપર વાસણ મુક્યું. પ્રભુના પગદાઝી ગયા. (૧૫) પછી એક ચંડાલ વિદુર્યો. તે ચંડાલે પ્રભુની ડોકમાં, બેકાનમાં, બે ભુજામાં અને જાંઘ વગેરે અવયવો ઉપર તીણ ચાંચવાળા પક્ષીઓના પાંજરા લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહાર કર્યા. (૧૬) પછી પ્રચંડ પવન વિકર્યો. પર્વતોને કંપાવતો આ પવન પ્રભુને અદ્ધર ઉછાળી ઉછાળીને નીચે પટકવા માંડ્યો. (૧૭) પછી, વંટોળિયામાં પ્રભુને ચક્રની માફક ગોળ ગોળ ભમાવ્યા. (૧૮) પછી મેરુ પર્વતને પણ ચૂરી નાંખે એવું એક હજાર ભાર જેટલા વજનવાળુ એક કાલચક્ર વિકવ્યું. આ કાલચક્ર ઉપાડીને સંગમે પ્રભુના શરીર ઉપર નાખ્યું. તેથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. (બોલો કેટલું સહન કરવાનું? આપણે સાવ-નિર્દોષ હોઈએ તો પણ કોઈ આપણને પરેશાન કરે, તો ક્યાં સુધી ચૂપ રહેવાનું? ભગવાન જવાબ બતાવે છે- જ્યાં સુધી બધા કર્મો ખપી ન જાય, ત્યાં સુધી ચૂપચાપ સમતામાં રડી સહન કર્યું જ જવાનું, એમાં વચ્ચે ક્યાંય અટકવાનું નહીં. જો સાધના સિદ્ધિ ન મળે ત્યાં સુધી કરવાની છે, તો સહન પણ ત્યાં સુધી કરી જ લેવાનું! પ્રભુના આ પ્રસંગો સાંભળ્યા પછી હવે શરીરની શક્તિ વધારવાના બદલે સહનશક્તિ વધારતા જઈએ, તો કલ્પસૂત્રનું શ્રવણ સફળ થશે.) (૧૯) પછી સંગમે રાત હોવા છતાં પ્રભાત વિકુવ્યું. અને પ્રભુને કહ્યું- “હે દેવાર્ય! પ્રભાત થઇ ગયું. આપ ધ્યાનમાં ક્યાં સુધી ઊભા રહેશો?” પ્રભુતો જ્ઞાનથી જાણતા હતા કે હજુ રાત બાકી છે. (૨૦) પછી, છેવટે તેણે દેવતાની ઋદ્ધિ વિકુવ્વ. પ્રભુને કહેવા લાગ્યો કે : “હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્રતા અને પવિત્ર સત્ત્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું. આપને જે જોઇએ તે માંગી લો. કહો તો તમને સ્વૈગમાં લઇ જાઉ. કહો તો મોક્ષમાં લઇ જાઉં.” આવા મીઠા શબ્દોથી પણ પ્રભુ ચલાયમાન ન થયા. ત્યારે તત્કાળ કામવાસના જાગે એવા હાવભાવ કરતી દેવાંગનાઓ વિદુર્થી. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા અનુકુળ ઉપસર્ગો કર્યા. પરંતુ પ્રભુનું એક રુવાડું એ ન ફરક્યું. (તેથી તો કવિ કહે છેકામસુભટ ગયો હારી... થાણું (તારાથી)
આમ એક રાતમાં દુષ્ટ સંગમે મોટા મોટા વીશ ઉપસર્ગો કર્યા. છતાં પ્રભુ ચલાયમાન થયા નહીં. કવિ કહે છે કે -નાથ !તારું બળ જગતના નાશ-ઉદ્ધારમાં I૧૮૬
Jan Education international