SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોથી ભરપૂર એવી દ્રઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પોલાસ ચૈત્યમાં અઠ્ઠમના તપમાં એક રાતની પ્રતિમા સ્વીકારીને રહ્યા. તે વખતે શક્રેન્દ્ર પોતાની સભામાં પ્રભુની પ્રશંસા કરતાં કહ્યું- “શ્રી વીપ્રભુના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણ જગતમાં કોઈ સમર્થ નથી.” આ સાંભળી સંગમ નામના સામાનિક દેવે આવેશમાં આવી ‘હું હમણાં જ એને ચલિત કરીને આવું છું એવી ઇંદ્રસમક્ષ પ્રતિજ્ઞા કરી. પછી તરત પ્રભુપાસે આવી ઉપસર્ગોની પરંપરા ચાલુ કરી, તે આ પ્રમાણે - (૧) તેણે પ્રથમ ધૂળનો વરસાદ વરસાવ્યો. તેનાથી પ્રભુનાં શરીરનાં આંખો, નાક, કાન વગેરે બધા છિદ્રો એવા પૂરી દીધાં કે પ્રભુના શ્વાસોચ્છવાસ પણ રુંધાઈ ગયા. (૨) પછી વજ જેવા કઠોર મુખવાળી કીડીઓ પ્રભુના શરીરને વળગાડી. આ કીડીઓ શરીરમાં એક બાજુથી પ્રવેશી બીજી તરફ નીકળવા લાગી, એ રીતે પ્રભુનું શરીર ચાળણી જેવું કરી નાંખ્યું. (૩) પછી, પ્રચંડ ઝંખવાળા ડાંસ - મચ્છર ઉત્પન્ન કર્યા. મચ્છરોના તીર્ણ ચટકાથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં. (કીડી-મચ્છર-માંકડના દુખથી અકળાઇ જતી વખતે પ્રભુની આ અવસ્થા યાદ કરવી.) (૪) પછી તીણ મોંવાળી ઘીમેલો પ્રભુના શરીરે સજ્જડ ચોંટાડી. (૫) પછી, વીંછીઓએ અગ્નિના તણખા જેવી વેદના આપતા ડંખ માર્યા. (૬) પછી નોળિયા વિકુવ્ય. તે નોળિયાઓ પોતાની ઉગ્રદાઢો વડે પ્રભુના શરીરનું માંસ તોડવા લાગ્યા. (૭) તે પછી ભયંકર સાપ વિકુવ્ય. સાપો દાઢો ભાંગી જાય તેટલા જોરથી પ્રભુને ડંખ મારવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરો વિકુવ્ય. આ ઉંદરોએ નખથી અને દાંતથી પ્રભુની ચામડી ફોલી નાંખી અને તેનાપર મૂતરી પડેલા ઘા ઉપર ખાર છાંટવા જેવું કર્યું. (૯) તે પછી મદોન્મત્ત હાથીઓ વિક્ર્ચો. હાથીઓ પ્રભુને સૂંઢના પ્રહાર કરવા અને પગ નીચે કચડવા માંડ્યા. (૧૦) પછી હાથિણીઓ વિક્ર્વી. હાથિણીઓએ પણ પ્રભુને તીણ દાંતથી ઘણા પ્રહારો કર્યા. (૧૧) પછી પિશાચનું રૂપ વિકુવ્યું. પિશાચે અટ્ટહાસ્ય વગેરે ઘોર ઉપસર્ગો કર્યા. (૧૨) ત્યાર પછી વાઘ વિકવ્ય. વાઘોએ પોતાની વજ જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ ન્હોરથી પ્રભુના શરીરને વિદારી નાખ્યું. (૧૩) પછી સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીને ૧૮૫ nellbary ID dan Education Wemational For Private & Personal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy