________________
યા.
(૬)
થયું. મોટે ભાગના જીવોને શાંત કરનારી ક્ષમા કરતાં અશાંત કરનારી લડાઈ વધુ ગમે છે, મૈત્રીથી શત્રુતા દૂર કરવાના બદલે બોમ્બથી શત્રુને ખતમ કરવાનું આકર્ષણ વધુ તીવ્ર છે.) અવશ્ય થનાર ભાવિભાવને જાણી પ્રભુએ ગોશાળાને સાપને દૂધ પાવાની જેમ અનર્થમાં કારણભૂત બનનારી પણ તેજોલેશ્યાની વિધિ બતાવી.
ત્યાંથી વિહાર કરી પ્રભુ પાછા સિદ્ધાર્થપુરે જતા હતા, ત્યાં માર્ગમાં પેલા તલના છોડવાનો પ્રદેશ આવ્યો. ગોશાળો બોલ્યો કે : ‘‘સ્વામી ! આપને મેં જે પ્રશ્ન પૂછ્યો હતો, તે તલની શીંગમાં આપના કહેવા પ્રમાણે સાત તલ થયા નથી.’’(અત્યારસુધી વારંવાર પ્રભુનું માહાત્મ્ય અને જ્ઞાન જોવા મળ્યું હોવા છતાં પ્રભુના વચનપર શંકા કરે છે. આપણને આજે પણ ભગવાનના વચનો ખરા પડતા દેખાય છે, છતાં કેટકેટલી વાતોમાં શંકા પડ્યા કરે છે, ભવિષ્યમાં સાક્ષાત્ ભગવાન મળશે, તો'ય જો આ ગોશાળાવૃત્તિ જશે નહીં, તો આપણું આવી બનશે.) પ્રભુએ ઉત્તર આપ્યો કે : “ એ જ છોડ આ રહ્યો.’’
પ્રભુના વચન ઉપર અશ્રદ્ધા રાખતા ગોશાળાએ તે તલની શીંગને ચીરી તલ ગણી જોયા, તો બરાબર સાત તલ જોયા. આથી તેણે પોતાનો સિદ્ધાંત નક્કી કર્યો કે ઃ ‘‘જીવો મરીને પાછા તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે.’’ અને નિયતિવાદને વધારે મજબૂત કર્યો. (કેવી વિચિત્રતા છે. ભગવાનની વાત સાચી ઠરી, તો ભગવાનના જ્ઞાનનો મહિમા ગાવાના બદલે પોતાની માન્યતા પુષ્ટ કરી. દુર્જનો કદી કોઈની પ્રશંસા કરી શકે ખરા?)
ગોશાળો તો માન-સન્માનનો કામી હતો, તેથી તેજોલેશ્યા શીખવા પ્રભુથી અલગ પડ્યો. તેજોલેશ્યા શીખ્યા પછી પાર્શ્વનાથ ભગવાનના સાધુ કે જે હવે સંસારમાં આવી ગયા હતા, એમની પાસે અષ્ટાંગનિમિત્ત ભણી લીધું. હવે બીજાના વર્તમાનજીવનના ભૂત-ભવિષ્યની વાત કહેવાનું સામર્થ્ય આવવાપર પોતાને સર્વજ્ઞતરીકે ઓળખાવવાનું શરુ કર્યું.
Jain Education International
પ્રભુએ શ્રાવસ્તી નગરીમાં દશમું ચોમાસું વિવિધ તપ કરી પૂર્ણ કર્યું. ચાતુર્માસ પછી પ્રભુ નગરીની બહાર પારણું કરી, વિહાર કરતા કરતા અનુક્રમે મ્લેચ્છ
ivate & Personal Use Only
૧૮૪
www.mchellbory of