SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુકંડગસંનિવેશમાં વાસુદેવના ચૈત્યમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. ત્યાંથી મર્દન નામના ગામે પહોંચ્યા. ત્યાં બલદેવના ચૈત્યમાં પ્રતિમા ધ્યાને રહ્યા. બંને સ્થળે ગોશાળાએ પોતાના દુર્વ્યવહારથી માર ખાધો. ને ત્યાંથી વિહાર કરી પ્રભુ રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં ચોમાસી તપ વડે આઠમું ચાતુર્માસ પૂર્ણ કરી, પારણુ નગરની બહાર કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ વજભૂમિમાં પધાર્યા. ત્યાં ચોમાસું કરવાનું કોઈ નિયત સ્થાન નહિ મળવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયત જ કર્યું. આ ચાતુર્માસમાં પ્રભુને ઘણા ઉપસર્ગો થયા હતા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૂર્મ ગામ તરફ જતા હતા. રસ્તામાં ગોશાળાએ એક તલનો છોડ જોઈ પ્રભુને પૂછયું : “હે પ્રભુ! આ છોડ ફળશે કે નહીં?” પ્રભુએ કહ્યું – “ફળશે. તેને સાત ફૂલ લાગ્યાં છે. સાતે ફૂલના જીવ મરીને આ જ છોડની શીંગમાં સાત તલ થશે.' પ્રભુના વચનને ખોટું પાડવા ગોશાળાએ તે છોડને મૂળમાંથી ખેંચી કાઢી ફેંકી દીધો. નજીકમાં રહેલા વ્યંતરોએ આ ઘટના જાણી, પ્રભુની વાણી નિષ્ફળ ન બનાવવા ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થયેલી ભૂમિમાં છોડનું મૂળિયું કોઈ ગાયની ખરીથી બરાબર દબાઇ ગયું અને ધીરે ધીરે તે છોડ હતો તેવો જ થઈ ગયો. ત્યાંથી પ્રભુ કૂર્મ ગામે પહોંચ્યા. ત્યાં ખુલ્લી જટાસાથે આતાપના લઈ રહેલા વૈશ્યાયનતાપસની જટામાં ઘણી જૂ જોઈ ગોશાળો વારંવાર જૂનોશય્યાતર’ એ રીતે બોલી મશ્કરી કરવા માંડ્યો. આમ વારંવાર થવાથી ક્રોધે ભરાયેલા તે તાપસે ગોશાળાપર તેજોલેશ્યા મુકી. તે વખતે દયાસાગર પ્રભુએ શીતલેશ્યા મુકી. અને તેજલેશ્યાને શાંત કરી. ગોશાળાએ પ્રભુને તેજલેશ્યા શી રીતે ઉત્પન્ન થાય?' એવો પ્રશ્ન કર્યો. (ગોશાળાને બચાવનારી શીતલેશ્યાનું આકર્ષણ ન થયું, પણ મારનારી તેજોલેશ્યાનું આકર્ષણ T૧૮૩ www.n aryong dan Education intematonal For Private & Personal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy