________________
પ્રભુ વૈશાલી પહોંચી એક લુહારની દુકાનમાં કાઉસગ્નમાં રહ્યા. આ લુહાર છ મહિનાથી બીમાર હતો. તે જ દિવસે સાજો થઇ સાધનો લઈ દુકાને આવ્યો. ત્યાં પ્રભુજીને જોઇ અપશુકન થયા માની લોખંડના ઘણથી પ્રભુને મારવા દોડ્યો. આ વાત અવધિજ્ઞાનથી જાણી પ્રભુની આ ઘોર આશાતનાથી ક્રોધી થઇ ઇંદ્ર એ ઘણથી એ લુહારપર પ્રહાર કર્યો. દેવ-ગુરુ કે ધર્મની હીલના ક્યો સમકતી સહન કરી શકે ?
ત્યાંથી વિહાર કરી પ્રભુ ગ્રામીક સંનિવેશમાં ગયા. ત્યાં ઉદ્યાનમાં ચડેલા બિભેલક નામના યક્ષે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષ નામના ગામમાં ગયા. ત્યાં મહા મહિનાની કડકડતી ઠંડીમાં ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા–ધ્યાને રહ્યા. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક અણમાનિતી રાણી હતી. તે હમણાં કટપૂતના નામની વ્યંતરી થઈ હતી; તે વ્યંતરીએ તાપસીનું રૂપ વિકુર્તી પોતાની જટામાં હિમ જેવું ઠંડું પાણી ભરી પ્રભુના શરીર ઉપર છાંટવા માંડ્યું. (કરેલા દરેક દ્વેષ અને તિરસ્કારના ભવિષ્યમાં મળનારા આવા ફળમાટે તૈયાર રહેવું જ પડે.) તેથી પ્રભુને બહુ જ આકરો શીત ઉપસર્ગ થયો. છતાં પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ જોઈ શાંત થયેલી તે વ્યંતરી પ્રભુની ક્ષમા માંગી ચરણમાં નમી પડી. છઠ્ઠના તપથી વિશુદ્ધિ પામતા પ્રભુને આ શીત ઉપસર્ગને સહન કરતાં તે વખતે લોકાવધિ - અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. (સ્વસ્થતાથી સહન કરનાર કશુંક વિશિષ્ટ પામતો હોય છે.)
ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં ચોમાસી તપ વડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહો વડે છઠું ચોમાસું વ્યતીત કર્યું. ચોમાસી તપનું પારણું નગરી બહાર કરીને, પ્રભુએ મગધદેશમાં વિહાર કર્યો.
મગધદેશમાં આઠ મહિના ઉપસર્ગવગર પસાર કરી પ્રભુ આનંભિકા નગરીમાં ચાતુર્માસ કરવા પધાર્યા. ત્યાં ચોમાસી તપ વડે સાતમું ચોમાસું પૂરું કરી, નગરીની બહાર પારણું કર્યું.
I ૧૮૨
Gain Education remational
For Private & Personal Use Only
www
brary