________________
ત્યાંથી વિહાર કરી પ્રભુ મંગલા નામના ગામે પહોંચ્યાં. ત્યાંથી પ્રભુ વિહાર કરીને આર્વત ગામે પધાર્યા.
ત્યાંથી પ્રભુ ચોરાકસંનિવેશ થઈ કલંબુકાનામના સંનિવેશમાં પધાર્યા. ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઇઓ રહેતા હતા. ત્યાં કાલહસ્તીએ મૌનધારી પ્રભુને અને ગોશાળાને ચોર ધારીને પકડ્યા અને સજા માટે મેઘને સોંપ્યા. મેઘે પ્રભુને ઓળખ્યા, એટલે પોતાના ભાઇનો અપરાધ ખમાવીને પ્રભુને તથા ગોશાળાને માનપૂર્વક છોડી દીધા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ ક્લિષ્ટ કર્મોની નિર્જરા કરવા લાટ દેશમાં પહોંચ્યાં. ત્યાં પ્રભુને ઘણા ઘોર ઉપસર્ગથયા. પછી વિહાર કરતાં પૂર્ણકલશ નામના ગામ તરફ જતા હતા, ત્યારે માર્ગમાં બે ચોર મળ્યા. તેઓએ પ્રભુના દર્શનને અપશુકન માની પ્રભુને હણવા તલવાર ઉગામી, તે જ વખતે અવધિજ્ઞાનથી આ જોઈ શક્રેન્દ્ર તત્કાળ વજથી બંનેને હણી નાંખ્યા. (પીત્તળને સોનુ માની લેવાથી સોનાનો લાભ ન થાય, પણ સોનાને પીત્તળ માની લેવાથી સોનુ પીત્તળના ભાવે જવાથી નુકસાન અવશ્ય થાય. ‘પ્રભુદર્શનથી સુખસંપદા’ હોવા છતાં ચોરોને મોત મળ્યું, કેમ કે તેઓએ સોનાને પીત્તળ માન્યું. મહાશુકનને અપશુકન માન્યું. તેનું આ પરિણામ આવ્યું.) ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ પધાર્યા.
ત્યાંથી વિહાર કરી કૂપિક નામના સંનિવેશમાં પધારેલા પ્રભુને જાસુસની શંકાથી ત્યાંના અધિકારીઓએ પકડ્યા. પાર્શ્વનાથ ભગવાનના શાસનની સાધ્વીઓ પણ ચારિત્ર નહિ પાળી શકવાથી સંન્યાસિની થયેલી વિજયા અને પ્રગભાએ પ્રભુને છોડાવ્યા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા.
J૧૮’
Jan Education International
For Private & Fersonal Use Only
www
ba