________________
પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં બે દ્વિમાસી ઉપવાસ કરીને ત્રીજું ચોમાસું પૂર્ણ કર્યું. છેલ્લા બે માસી તપનું પારણું ચંપાનગરીની બહાર કર્યું.
પછી પ્રભુ વિહાર કરી ચૌરા નામના ગામમાં આવ્યા. ત્યાં પ્રભુને અને ગોશાળાને જાસુસ જાણી કોટવાલે કૂવામાં નાંખવાનો વિચાર કર્યો. પહેલા ગોશાળાને નાંખ્યો. પછી પ્રભુને નાંખવાની તૈયારી કરતો હતો, તેટલામાં ઉત્પલ નામના નૈમિત્તિકની સંયમ પાળી નહિ શકવાથી સંન્યાસિની થયેલી સોમા અને જયંતી નામની બે બહેનો ત્યાં આવી. તેઓએ પ્રભુને ઓળખ્યા અને પ્રભુને કૂવામાં નાંખતા કોટવાળને અટકાવ્યો અને ગોશાળાને પણ તેમાંથી મુક્ત કરાવ્યો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ પૃષ્ઠચંપા નગરીએ પધાર્યા. ત્યાં ચાર મહિનાના ઉપવાસ કરી ચોથું ચાતુર્માસ પસાર કર્યું. પછી નગરની બહાર પારણું કરી ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્રાવતી નગરીએ પહોંચ્યાં.
ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સંનિવેશની બહાર હરિદ્રવૃક્ષની નીચે કાઉસગ્નધ્યાને રહ્યા. એ જ વૃક્ષ નીચે રાતવાસો રહેલા મુસાફરોએ ઠંડીથી બચવા અગ્નિ સળગાવેલો, સવાર થતાં અગ્નિને બુઝાવ્યા વગર જ મુસાફરો આગળ ચાલ્યા ગયા. અગ્નિ ધીરે ધીરે આગળ વધતો પ્રભુના પગ સુધી આવ્યો. પ્રભુના પગ તેનાથી દાઝયા. ગોશાળો તો મુઠીઓ વાળી નાસી ગયો.
(ઉપાશ્રય વગેરે જાહેર સ્થાનોમાં લોકોની આવી બેદરકારી વારંવાર જોવા મળે છે. ધર્મશાળાની રૂમમાં સગવડ બધી જોઈએ છે, પણ પછી જતી વખતે પંખા-લાઈટ બંધ કરીને જવાની જવાબદારી કોની? સાંજે પ્રતિક્રમણમાં આવે, ત્યારે ગરમી લાગવાથી બારીઓ ખોલે, પછી જતી વખતે બંધ કર્યા વગર જતા રહે, પછી વરસાદની વાછટ આવે, પવનથી બારીઓ અથડાય, તો એ બધી ચિંતા તો ત્યાં બિરાજમાન સાધુ મહારાજે જ કરવાની ને! આ ઉપાશ્રય ચાર માસમાટે એમને સોંપ્યો છે, તેથી એ યજમાન ને પ્રતિક્રમણવગેરે કરવા આવે તે મહેમાન ! આ બેજવાબદારી યોગ્યતાના અવમૂલ્યનનું કારણ બને છે.)
I ૧૮૦
dan Education Tritematonal
For Private & Fersonal Use Only
www.
ber ID