________________
તેથી શુભ ભાવથી કાળ કરી તે બંને નાગકુમારદેવ થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનના ઉપયોગથી આ ઉપસર્ગની ખબર પડી. તેથી તરત ત્યાં આવી સુદંષ્ટ્રને || હાંકી કાઢ્યો. પછી પ્રભુના સત્ત્વ, રૂપવગેરેની પ્રશંસા કરી નૃત્ય મહોત્સવ કરી તથા સુગંધી જલ તથા ફૂલોની વૃષ્ટિ કરી પોતાના સ્થાને ગયા.
પ્રભુ પણ નાવમાંથી ઉતરી રાજગૃહ નગરના નાલંદા નામના પાડામાં એક શાળવીની શાળાના એક ભાગમાં શાળવીની રજા લઇ, પહેલું માસક્ષમણ સ્વીકારીને ચોમાસુ રહ્યા. તે વખતે મંખલી અને સુભદ્રાનો ગોશાળામાં ઉત્પન્ન થવાથી ‘ગોશાળા' તરીકે પ્રસિદ્ધ થયેલો પુત્ર, વિજયશેઠે પ્રભુને માસક્ષમણનું પારણું કરાવ્યું ત્યારે પ્રગટેલા પાંચ દિવ્યથી પ્રભાવિત થઈ ‘હું તમારો શિષ્ય થાઉ છું” એમ કહી પ્રભુસાથે રહેવા લાગ્યો.
પ્રભુ તો મૌન જ રહ્યા. ગમે ત્યાં ભિક્ષા માંગી પોતાની આજીવિકા ચલાવતો ગોશાળો પોતાને પ્રભુના શિષ્ય તરીકે ગણાવવા લાગ્યો. પ્રભુને બીજા માસક્ષમણનું પારણું નંદનામના શેઠે પકવાન વગેરેથી કરાવ્યું. ત્રીજા માસક્ષમણનું પારણું સુનંદ નામના શેઠે પરમાશથી કરાવ્યું. ચોથા માસક્ષમણે પ્રભુ કાર્તિક સુદિ પૂર્ણિમાએ વિહાર કરી કોલાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાં પ્રભુને ચોથા માસક્ષમણનું પારણું બહુલ નામના બ્રાહ્મણે ખીર વહોરાવી કરાવ્યું.
સુવર્ણગામ તરફના વિહારમાં પ્રભુના શરીરમાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરના કહેવા મુજબ જ ગોવાળીઆઓની ખીર પાકી નહીં ને હાંડી ફૂટી ગઈ. ત્યારે ગોશાળાએ ‘જે થવાનું હોય છે, તે થાય છે' એવો નિયતિવાદ સ્વીકાર્યો.
આ ગોશાળએ ઘણી વખત પ્રભુના તપ-મહાભ્યનો ઉપયોગ પોતાના અપમાનનો બદલો વાળવા બીજાના ઘરો દેવો પાસે બળાવી નાંખવાવગેરે કાર્યોમાં કર્યો. દેવોને ગોશાળાપર બહુમાન નહતું, પણ તે ભગવાનની સાથે રહેતા હતો અને ભગવાનના તપના માહાભ્યને આગળ કરતો હતો, તેથી ભગવાનના તપનો મહિમા ઓછો ન થાય, એવી ભક્તિથી દેવોને આ કામ કરવા પડતા હતા. ધર્મનું ઓઠું લઈ ખોટા કામ કરનારનો ગોશાલાની જમાતમાં નંબર લાગી જાય છે.)
I ૧૭૯
con
w
eber