________________
ત્યાગ કર્યો હતો. એક ભરવાડણ રોજ સાધુદાસીને દૂધ-ઘીવગેરે આપી જતી. સાધુદાસી પણ ઉચિત મૂલ્ય આપતી. આમ રોજનું થવાથી બંને વચ્ચે ગાઢ પ્રીતિ થઈ. એક વાર ભરવાડણને ત્યાં લગ્ન પ્રસંગે શેઠ-શેઠાણીને નિમંત્રણ આપવામાં આવ્યું. દંપતીએ કહ્યું કે - “અમે આવીશું નહીં, પરંતુ તમારા લગ્ન પ્રસંગે કાંઇ જોઇતુ કરતું હોય, તો ખુશીથી લઇ જજો.”
પછી જિનદાસ શેઠે ચંદરવો વગેરે ઉપકરણો તથા વસ્ત્રો, આભૂષણો વગેરે ઘણી વસ્તુઓ આપી. તેથી એલપ્રસંગ બહુ સરસ રીતે ઉજવાયો. તેથી અત્યંત ખુશ થયેલા ભરવાડ અને ભરવાડણે પોતાને ત્યાંથી સરખી ઉંમરના અતિ મનોહર મજબુત બે વાછરડા લાવીને શેઠને આપ્યા.
શેઠ અને શેઠાણીએ આનાકાની કરવા છતાં બળજબરીથી શેઠના આંગણામાં બાંધીને ભરવાડ અને ભરવાડણ ચાલ્યા ગયાં. શેઠે વિચાર કર્યો કે જો હવે હું આ બંનેને પાછા મોકલીશ, તો તે ખસી કરી તથા ગાડા, કે હળમાં જોડી આમને અનેક રીતે દુઃખી કરશે. આ પ્રમાણે વિચાર કરી બંને વાછરડાઓને અચિત્ત ઘાસપાણીથી પોષવા લાગ્યા. આઠમ, ચૌદશ જેવી પર્વતિથિઓએ શેઠ પોસહ લઇ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા, તે સાંભળી આ બે વાછરડાઓ પણ ભદ્રપરિણામી થયા. જે દિવસે શેઠ ઉપવાસ કરતા, તે દિવસે બન્ને વાછરડાઓ પણ ઘાસ-પાણી વગેરે લેતાં નહિને ઉપવાસ કરતા. તેથી શેઠને તે બંને પર સાધર્મિક ભાઇઓ જેટલો જ પ્રેમ થયો.
એક વખતે જિનદાસ શેઠના મિત્રે આવા સુંદર બળવાન બળદોને જોઇ, શેઠને પૂછયા વગર જ ભંડીરવન નામના યક્ષની યાત્રામાં વાહનો દોડાવવાની શરતમાં બંને બળદોને લઇ ગાડા સાથે જોડ્યા. ખુબ દોડવાથી આ રીતે નહીં ટેવાયેલા તે બંનેના સાંધા તૂટી ગયા. શેઠનો મિત્ર બંને બળદોને પાછા મુકી જઈ પોતાના ઘરે ચાલ્યો ગયો. શેઠ બળદોની આવી અવસ્થા જોઇ દુઃખી થયા. આંખમાં આંસુ લાવી, અનશન કરાવ્યું અને નવકાર મંત્ર સંભળાવી બંને બળદોને નિર્ધામણા કરાવી. ||૧૭૮
Gain Education thematical
wwwbrary