SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઘી, દૂધની સુગધથી સેકડો કીડીઓ સાપના શરીરપર ચડી અને તાણ ચટકા ભરવા લાગી; છતાં પ્રભુની અમીદૃષ્ટિથી પાવન થએલો તે ચડકૌશિક શુભ ભાવના ભાવતો મૃત્યુ પામી આઠમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. (આ સાપે તો પૂર્વભવમાં સાધના કરી હતી. માટે એની યોગ્યતા જોઈ પ્રભુ તારવા આવ્યા. આપણી પાસે સાધનાનું બળ નહીં હોય, અને આપણે જો આવા ક્રોધાદિ દુર્ભાવો લઈ પરલોકમાં સાપવગેરે થયા, તો આપણને તારવા કોણ આવશે? પ્રભુએ સાપના ધમપછાડાસામે ક્ષમા પકડી જ રાખી, તો સાપ ક્રોધની આગમાંથી ક્ષમાનો દરિયો બની ગયો... એક વાર રાખેલી ક્ષમા જો કાયમી થઈ જાય, તો જ આવા ચમત્કાર થાય. પ્રભુ આ સાપની સમાધિમાટે પંદર દિવસ ત્યાં રહ્યા... બીજાની સમાધિ માટેનો આ એક ઉત્કૃષ્ટ આદર્શ છે.) પ્રભુ ત્યાંથી વિહાર કરી ઉત્તર વાચાલમાં આવ્યા. ત્યાંનાગસેન શ્રાવકે પ્રભુને ક્ષીર વહોરાવી, ત્યારે પાંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરીએ ગયા. શ્વેતાંબાના રાજા પ્રદેશીએ પ્રભુનો ઘણો સત્કાર કર્યો. ત્યાંથી સુરભિપુર જતાં નૈયક ગોત્રના પાંચ રાજાઓએ પ્રભુને વંદન કર્યું. પ્રભુ સુરભિપુર પહોંચતાં પહેલાં ગંગા નદી ઓળંગવા સિદ્ધદત્ત નામના નાવિકની નાવમાં બેઠા. તે વખતે ઘુવડ પક્ષીનો અવાજ સાંભળી તે નાવમાં બેઠેલો ફેમિલનામનો એક નૈમિત્તિક બોલ્યો-“આજે આપણને મરણાંત કષ્ટ આવશે, પરંતુ આ મહાત્માના પુણ્યબલથી આપણોવાળ વાંકો નહિ થાય.” આ નાવ જ્યારે ગંગા નદીની મધ્યમાં આવી પહોંચ્યું, ત્યારે પ્રભુએ પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો, તે સિંહનો જીવતે વખતે નાગકુમાર નિકાયમાં સુદંષ્ટ્ર નામે દેવતા થયેલો હતો, તેણે પ્રભુને નાવમાં બેઠેલા જોઇ પોતાના પૂર્વભવના વેરનો બદલો લેવા નાવને ડુબાડવા માંડ્યું; બરાબર તે જ વખતે નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થયેલા કંબલ અને શંબલ નામના બે દેવોએ તરત જ ત્યાં આવી સુદંષ્ટ્રને હાંકી કાઢી નાવનું રક્ષણ કર્યું. આ કંબલ અને શંબલનું ચરિત્ર આ પ્રમાણે છે - મથુરા નગરીમાં જિનદાસ અને સાધુદાસી પતિ-પત્ની રહેતા હતા. પરમ શ્રાવક હોવાથી આ બંનેએ પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતમાં સર્વથા પશુપાલનનો | ૧૭૭ dan Education Interational For Plate & Fessel Use Only www. library
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy