________________
વ્યા.
રસ્તામાં કનકખલ તાપસના આશ્રમે ચંડકૌશિક નામનો એક દષ્ટિવિષ સર્પ હતો, તેને પ્રતિબોધ કરવા લોકોએ વારવા છતાં પણ પ્રભુ તે જ માર્ગે ચાલ્યા.
ચંડકૌશિક પૂર્વભવમાં ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસ તપસ્યાના પારણે ગોચરી વહોરવા એક ક્ષુલ્લક સાધુ સાથે ગામમાં જતાં રસ્તામાં તેમના પગ નીચે એક દેડકી આવી ગઇ. એ ક્ષુલ્લકે ઇરિયાવહી પડિક્કમતાં, ગોચરી પડિક્કમતાં અને સાંજનું પ્રતિક્રમણ કરતાં, એમ ત્રણ વાર દેડકાની વિરાધનાની વાત યાદ કરાવી. આથી એ સાધુ ક્રોધમાં આવી એ ક્ષુલ્લક સાધુને મારવા દોડ્યા. પરંતુ અકસ્માત્ એક થાંભલા સાથે અથડાતાં મરણ પામી જ્યોતિષ્ક દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી એક આશ્રમમાં પાંચસો તાપસોનાનાયક ચંડકૌશિક નામે તાપસ થયા. ત્યાં પણ એક વખતે કેટલાક રાજકુમારોને પોતાના બગીચામાંથી ફલ-ફૂલ તોડતાં જોઇ હાથમાં કુહાડો લઇ મારવા ગયો; પણ વચ્ચે કૂવો દેખાયો નહીં, તેથી તેમાં પડી મરી તે જ આશ્રમમાં ચંડકૌશિક નામવાળો સાપ થયો.
પ્રભુએ સ્થાને જઈ ધ્યાનમાં ઊભા રહ્યા. આ સાપ ભગવાનને જોઈ ક્રોધથી સૂર્ય સામે જોઈ વારંવાર પ્રભુપર દષ્ટિવાળા ફેંકવા માંડ્યો, પણ ભગવાનને કશુ નથવાથી વધુ ક્રોધે ભરાઈને ભગવાનને દંશ દીધો. છતાં પણ ભગવાનને અવ્યાકુળ જોઇ અને લોહીના બદલે દૂધની ધારા નીકળતી જોઇ વિસ્મય પામ્યો અને કાંક શાંત થયો, ત્યારે પ્રભુએ અમૃત ઝરતી અને વાત્સલ્યસભર વાણીમાં કહ્યું - બુગ્ઝ બુજ્જ ચંડકોસિયા! (હે ચંડકૌશિક ! બોધ પામ ! બોધ પામ!) આ સાંભળી પ્રભુની કરુણાભીની આંખોમાંથી વહેતા અમીરસથી ભાવિત થયેલા તે સાપે જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વભવ જોયો. સાધુપણામાં વાવેલા ક્રોધ બીજથી એક બાજુ ક્રોધના થયેલા ગુણાકારથી અને બીજી બાજુ સર્જાયેલી દુર્ગતિની પરંપરાથી સાવધ થયેલા ચંડકૌશિકે “અહો ભગવાને મને દુર્ગતિના ભયંકર કૂવામાંથી બહાર કાઢ્યો.' આમ વિચારી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી અને મનથી જ પ્રભુની સાક્ષીએ અનશન લઈ લીધું. પછી પોતાની દૃષ્ટિથી કોઈને ઝેર ન ચડે, તે માટે બીલમાં મુખ રાખી રહ્યો. આવતા-જતા લોકોમાટે ખુલ્લા થયેલા એ રસ્તેથી ઘીવગેરે વેંચવા જતાં ગોવાળોવગેરેએ ઘીવગેરેથી એની પૂજા કરી.
I ૧૭૬ www.library.org
can Education intematonal
For Private & Personal Use Only