________________
(૬)
તે વખતે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર ઉત્પલ અને ઇંદ્રશર્મા પણ ત્યાં આવ્યા હતા. પ્રભુને વંદન કરી ઉત્પલે કહ્યું કે- “હે પ્રભુ! આપે જે દશ સ્વપ્ન જોયાં છે, તેનું લ આપ તો જાણો જ છો. પણ હું મારી મતિ પ્રમાણે કહું છું.
(૧) પહેલા સ્વપ્નમાં આપે તાડ જેવા ઊંચા પિશાચને હણ્યો, તેનો અર્થ છે કે આપ થોડા જ વખતમાં મોહનીયકર્મને હણશો. (૨) આપ સેવા કરતું સફેદ પક્ષી જોયું, તેથી આપ શુક્લધ્યાન ધ્યાવશો. (૩) આપની સેવા કરતું વિચિત્ર કોયલ પક્ષી આપે જોયું, તે ઉપરથી આપ દ્વાદશાંગી પ્રરૂપશો એમ સૂચન થાય છે. (૪) ચોથા સ્વપ્નમાં આપે આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયો, તેના ફળરૂપે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. (૫) પાંચમાં સ્વપ્નમાં આપ સમુદ્ર તર્યા, તેથી આપ સંસારસમુદ્ર તરી જશો. (૬) આપે ઉગતો સૂર્ય જોયો, તેથી આપ થોડા જ વખતમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરશો. (૭) સાતમાં સ્વપ્નમાં આપે આંતરડાઓ વડે માનુષોત્તર પર્વતને વીંટી લીધો, તેથી આપની કીર્તિ ત્રણે લોકમાં ફેલાશે. (૮) આઠમાં સ્વપ્નમાં આપ મેરુ પર્વતના શિખર ઉપર ચઢ્યા. તેથી આપ સમવસરણમાં સિંહાસન પર બેસી દેવો અને માનવોની સભામાં ધર્મપ્રરૂપશો. (૯) આપે દેવોથી શોભી રહેલું પદ્મ સરોવર જોયું, તેથી ચારે નિકાયના દેવો આપની સેવા કરશે. (૧૦) દશમા સ્વપ્નમાં આપે જે સુગંધમય પુષ્પોની બે માળા જોઇ, તેનો અર્થ હું જાણતો નથી.” ત્યારે પ્રભુએ કહ્યું – “છે. ઉત્પલ! મેં જે બે માળાઓ જોઇ, તેથી હું સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારનો ધર્મ કહીશ.'
તે પછી ઉત્પલ પ્રભુને વંદન કરીને ગયો. પ્રભુએ આઠ અર્ધમાસક્ષમણ કરી પ્રથમ ચાતુર્માસ પૂર્ણ કર્યું..
પછી પ્રભ મોરાક સંન્નિવેશમાં જઇ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. ત્યાં સિદ્ધાર્થ વ્યંતરે પ્રભુનો મહિમા વધારવા માંડ્યો, અને અચ્છેદક નામના દ્વેષીના દુષ્કતો | પ્રગટ કરવા માંડ્યા. તેથી અછંદકની વિનંતી પર તેની અપ્રીતિનો વિચાર કરી ભગવાને ત્યાંથી વિહાર કર્યો. પછી પ્રભુ વિહાર કરી શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. [ ૧૭૫
dan Education intematonal
For Private & Fersonal Use Only
www.
library