________________
શ્રી મહાવીર પ્રભુ તે શૂલપાણિ યક્ષને પ્રતિબોધ પમાડવા તેના મંદિરમાં આવ્યા. લોકોએ કહ્યું કે – “હે ભગવન! આદુષ્ટ તેના ચૈત્યમાં ડેનાર દરેકને મારી નાખ્યા વિના નથી રહેતો.” આમ લોકોએ વારવા છતાં પ્રભુ તો ત્યાં જ રાતે એકાગ્રચિત્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પેલા દુષ્ટ યક્ષે પ્રભુને ક્ષોભ પમાડવા ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવું અટ્ટહાસ્ય કર્યું. પછી તેણે અનુક્રમે હાથી, સાપ અને પિશાચનાંરૂપ વિકૃર્તી દુઃસહ ઉપસર્ગો કર્યા. પણ પ્રભુ પર્વતની જેમ અચલ જ રહ્યા. તેણે પ્રભુનાં મસ્તક, કાન, નાક, નેત્ર, દાંત, પીઠ અને નખ જેવા સાતે કોમળ અંગોમાં એવી વેદના આપી કે જો સામાન્ય માણસને એવી વેદના થાય, તો તે પ્રાણ જ ગુમાવી બેસે. આટલું કરવા છતાં પણ પ્રભુને ધ્યાનમાં મસ્ત જોઈ તે પ્રતિબોધ પામ્યો.
(ગાઢ-નિકાચિત કર્મો ભોગવવા જ પડે છે. આ અચળ નિયમ છે. તેથી જ જ્યારે ભગવાનપર ઉપસર્ગ થયો, ત્યારે સિદ્ધાર્થ વ્યંતર બીજે કશેક ગયો હતો, ને જ્યારે ઉપસર્ગ શમી ગયો, ત્યારે પાછો ફર્યો.) તે વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવી શૂલપાણીને ઠપકો આપી કહ્યું- તેં ઇન્દ્રને પણ પૂજ્ય ભગવાનની આશાતના કરી, જો શક્રને તારા અપકૃત્યની ખબર પડશે, તો તેને સ્થાનભ્રષ્ટ કરશે. આ સાંભળી ભયભીત થઈ તેણે વિશેષ પ્રકારે પ્રભુની ભક્તિ કરી અને પ્રભુની સામે ગીત ગાવા લાગ્યો અને નૃત્ય કરવા લાગ્યો.
યક્ષના મંદિરમાં ગીત-નૃત્ય થતાં સાંભળી લોકો વિચારવા લાગ્યા કે - “જરૂર યક્ષે પેલા તપસ્વી મહાત્માને મારી નાંખ્યા હશે અને પછી ખુશ થઇ નાચગાન કરતો હશે.”
પ્રભુએ લગભગ આખી રાત અત્યંત વેદના સહન કરી. તેથી પ્રભાતકાળે ક્ષણવાર નિદ્રા આવી. એ નિદ્રામાં પ્રભુએદશ સ્વપ્ન જોયા. સવાર થતાં જ ગામના લોકો યક્ષના મંદિરમાં એકઠાં થયા. પ્રભુને દિવ્ય ગંધચૂર્ણ અને પુષ્પોથી પૂજાએલા જોઇ આનંદ પામ્યા અને ભક્તિપૂર્વક વંદન કર્યું.
T૧૭૪ www. brary
dan Education intematonal
For Private & Fessonal Use Only