________________
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દીક્ષા સ્વીકાર્યા પછી સાધનાકાળના સાડા બાર વર્ષ દરમ્યાન પરિકર્મના ત્યાગદ્વારા અને પરીષહો સહન કરવારૂપે શરીરના ત્યાગી હતા, અર્થાત્ શરીરની મમતા વિનાના હતા. આ દરમ્યાન ભગવાને દેવ-મનુષ્યો કે તિર્યંચોએ કરેલા અનુકૂળ અને પ્રતિકૂળ બધા ઉપસર્ગો ભય વિના, ક્રોધ વિના, દીનતા વિના, નિશ્ચલતાથી સહન કર્યા. તે ઉપસર્ગો આ પ્રમાણે છે.
શ્રી મહાવીર પ્રભુએ મોરાકસંનિવેશથી વિહાર કરી પહેલું ચાતુર્માસ શૂલપાણિ યક્ષના મંદિરમાં કર્યું. આ યક્ષ પૂર્વભવમાં ધનદેવ નામના વાણીઆનો બળદ હતો. ધનદેવના પાંચસો ગાડાઓ નદી ઉતરતાં કાદવમાં ખપી ગયા. આ બળદ ઘણો જ બળવાન અને ઉત્સાહી હતો. તેણે પોતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, ધુંસરીએ જોડાઇ, એક પછી એક પાંચસો ગાડા કીચડમાંથી બહાર ખેંચી કાઢ્યા, પણ હદ ઉપરાંત જોર કરવાથી તે બળદના સાંધા તૂટી ગયા, પરિણામે તે અશક્ત થઇ ગયો. આ જોઇ ધનદેવે નજીકના વર્ધમાન નામના ગામમાં જઇ, ગામના આગેવાનોને બોલાવી, બળદ સોંપ્યો અને સાર-સંભાળ માટે ઘાસ-પાણી વગેરેના પૈસા પણ આપ્યા. પણ ગામનાં આગેવાનોએ તે અશક્ત બળદની સાર-સંભાળ ન લીધી. તે બિચારો ભૂખ અને તરસથી રીબાતો, શુભ અધ્યવસાયથી મરી વ્યંતર જાતિમાં શૂલપાણિ નામનો યક્ષ થયો. વિર્ભાગજ્ઞાનથી પૂર્વભવની હકીકત જાણી વર્ધમાન ગામ ઉપર ખૂબ ક્રોધે ભરાઇ મરકીનો રોગચાળો ફેલાવવો શરૂ કર્યો. એ રોગચાળામાં એટલાં બધાં માણસો મરણ પામ્યાં કે બાળનારું પણ કોઇ રહ્યું નહીં. આમ શબ પડી રહેવાથી હાડકાંઓનો મોટો ઢગલો થઇ ગયો, તેથી તે ગામનું નામ પણ વર્ધમાનને બદલે અસ્થિકગ્રામ પડ્યું.
પછી ગામમાં જે લોકો જીવતા બાકી રહ્યા હતા, તેઓએ યક્ષની આરાધના કરી. તેથી યક્ષે પ્રત્યક્ષ થઇ પોતાના મંદિર અને મૂર્તિ બનાવવાનું કહ્યું. લોકોએ તરત જ એક મંદિર બનાવી શૂલપાણિ યક્ષની મૂર્તિ બેસાડી; અને મૂર્તિની રોજ પૂજા કરવા લાગ્યા.
૧૭૩
can Education intematonal
For Private & Fessonal Use Only
www.albaryo