SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ભટકતો રહ્યો. પછી જ્યારે વસ્ત્ર કાંટામાં ભરાઇને પડી ગયું, ત્યારે તેણે તે લઇ લીધું. (એક અડધા વસ્ત્ર ખાતર બ્રાહ્મણ બધું છોડી પ્રભુ પાછળ એક વરસ ભટક્યો. આપણને જો અનંત સુખ જોઈતું હશે, તો બધું છોડી ભગવાન પાછળ કેવા ગાંડા થઈને ભટકવું જોઈશે, તે વિચારો.) આ પ્રમાણે સવસ્ત્ર ધર્મની પ્રરૂપણા કરવા પ્રભુ એક વર્ષ અને એક માસ સુધી વસ્ત્રધારી રહ્યા, અને સપાત્ર ધર્મ સ્થાપવા પ્રથમ પારણું પાત્રામાં કર્યું. ત્યારપછી જીવનપર્યંત પ્રભુ અચેલક અને કરપાત્રી જ રહ્યા. એક વખત ગંગા નદીના કિનારેથી ચાલતા પ્રભુના પગલા ઝીણી માટીના કાદવમાં પડ્યા. તેથી એમાં ઉપસી આવેલા ચક્ર, ધ્વજ, અંકુશ વગેરે ઉત્તમ લક્ષણોને પ્રતિબિંબિત થયેલાં જોઈ પુષ્પ નામનો એક સામુદ્રિક વિચારવા લાગ્યો કે - “ખરેખર! આ રસ્તેથી કોઇ ચક્રવર્તી એકલા ચાલ્યા જાય છે, જો તેમની સેવા કરવાનો લાભ મળે, તો મારો પણ ઉદય થઈ જાય.' એમ ચિંતવી પગલાંના આધારે આધારે પ્રભુ પાસે આવી પહોંચ્યો. ભગવંતને જોઈ તે વિચારવા લાગ્યો કે - આજ સુધી મહામહેનતે પ્રાપ્ત કરેલું સામુદ્રિકશાસ્ત્ર ખોટું ઠર્યું. આવાં ઉત્તમ લક્ષણવાળો પુરુષ જો આવાં કષ્ટ અને વ્રત આચરતો પ્રત્યક્ષ દેખાય, તો હવે બધાં સામુદ્રિકશાસ્ત્રો પાણીમાં જ બોળી દેવાં જોઇએ.” આ પ્રમાણેનાં પુષ્પનાં વિચાર અવધિજ્ઞાનથી જાણી ઇદ્ર તરત જ ત્યાં આવી પ્રભુને વંદન કરી પુષ્પને કહ્યું કે - “ સામુદ્રિક ! તું વિષાદ ન કર. આવા પ્રકારના ઉત્તમ લક્ષણવાળા આ પુરુષ કોઇ સામાન્ય માણસ નથી, પણ દેવો અને અસુરોના પણ સ્વામી છે. અને સકળ સંપત્તિઓના આશ્રયભૂત તીર્થકર બનવાના છે. તેમની કાયા સ્વચ્છ, રોગ રહિત અને પરસેવા વિનાની છે, તેઓશ્રીનો શ્વાસોશ્વાસ સુગંધવાળો છે, તેમનાં લોહી અને માંસ પણ ગાયનાં દૂધ જેવા સ્વચ્છ છે. એમના આવા બાહ્ય અને અત્યંત અગણિત લક્ષણો ગણવા કોણ સમર્થ છે?" આ પ્રમાણે બોલી શકેંદ્ર તે પુષ્પ સામુદ્રિકને રત્ન-સુવર્ણ વગેરે આપી સમૃદ્ધિશાળી બનાવી રવાના કર્યો અને પોતે પોતાના સ્થાને ગયા. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. T૧૩ર. www. brary Gain Education tematical For Private & Fersonal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy