________________
હાથે જ પાછો ફર્યો. તે વખતે તેની પત્નીએ ભગવાને આપેલાવાર્ષિકદાનની વાત કરી એનાદૌર્ભાગ્યની ઝાટકણી કાઢી અને દીક્ષિત થયેલા ભગવાન પાસે યાચના કરવા પ્રેરણા કરી કહ્યું- “જેમણે પહેલાં દાન આપ્યા હોય છે, તેઓ ફરીથી પણ આપી શકે છે; પાણીની ઇચ્છાવાળા મનુષ્યો નદી સૂકાઈ ગઇ હોય, તો પણ ત્યાં જ ખોદે છે.”
પત્નીના આ વચનથી પેલો બ્રાહ્મણ પ્રભુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે “હે પ્રભુ! આપતો જગતના ઉપકારી છો, આપે તો વાર્ષિક દાન આપી જગતનું દારિદ્રય દૂર કર્યું, પણ હું જ એક અભાગિયો કે મને તે વખતે પરદેશમાં જવાનું સૂછ્યું. હેપરદુઃખભંજક! પરદેશમાં આટલું બધું ભમવા છતાં જેવો ગયો હતો, તેવો જ પાછો ફર્યો. હે કૃપાળુ ! મારા જેવા પુણ્યહીન, નિરાશ્રયી અને નિર્ધન આપને શરણે ન આવે, તો બીજે ક્યાં જાય?
આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને કરૂણાવાળા પ્રભુએ દેવદૂષ્યનો (વસ્ત્રનો) અડધો ભાગ આપ્યો. (અનુકંપા દયા ઉપજાવે એવી બીજાની વાત સાંભળી કે પરિસ્થિતિ જોઈ અપાતું દાન અનુકંપાદાન છે. પ્રભુએ દયાળુ સજનો માટે આ માર્ગ બતાવ્યો.)
પેલા બ્રાહ્મણે તે વસ્ત્રનો અડધો ભાગ લઇ વણકરને આપ્યો. વણકરે કહ્યું- “હે સોમ! તું પ્રભુ પાસે જા, તેઓ નિર્લોભી છે અને કરૂણાવાળા છે. તેથી તેને બીજો અડધો ભાગ પણ આપી દેશે. હું તે બંને ટૂકડા એવી રીતે મેળવી આપીશ કે જેથી જરા પણ સાંધો નહિ દેખાય. પછી તે વેચવાથી ઓછામાં ઓછા એક લાખ સોનૈયા મળશે, તે આપણે બંને સરખા ભાગે વહેંચી લઇશું.”
બ્રાહ્મણ પણ ફરીથી પ્રભુ પાસે પહોંચી ગયો. પરંતુ શરમને લીધે તે બોલી શક્યો નહિ. તે પ્રભુની પાછળ પાછળ, આશામાં ને આશામાં એક વરસ સુધી
૧૭૧
ellbaryo
Gain Education Memational
For Private & Fersonal Use Only
W