________________
રક્ષણ કરે છે. જ્યારે તમે તો રાજપુત્ર હોવા છતાં પણ પોતાના આશ્રયસ્થાનનું રક્ષણ નથી કરી શકતા?'' પ્રભુએ વિચાર્યું કે “જો હવે અહી વધારે વખત છાશ, તો આ તાપસીની અપ્રીતિનો પાર નહિ રહે”. એ પ્રમાણે વિચારી ચોમાસામાં-અષાઢ સુદી પૂર્ણિમાથી પંદર દિવસ વીતી ગયા બાદ તેમણે આ પાંચ અભિગ્રહ લઈ અસ્થિક ગામ તરફ વિહાર કર્યો. (૧) જ્યાં અપ્રીતિ થાય, તે સ્થાને રહેવું નહીં. (પ્રભુના અનુયાયી ગણાતા આપણે બીજાને ન ગમે એવું વર્તન કરવું નહીં.” એટલો નિયમ લઇએ, તોય ઘણી સારી વાત છે.) (૨) હંમેશા કાઉસગ્ગમાં જ રહેવું. (૩) ગૃહસ્થનો વિનય ન કરવો. (૪) મૌનપણે જ રહેવું, અને (૫) હાથમાં જ ભોજન કરવું.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ખભા પર એક વર્ષ અને એકમાસ સુધી દેવદૂષ્ય રહ્યું. પછી દેવદૂષ્ય જવાથી પ્રભુ અચેલક એટલે કપડાં વગરના અને કરપાત્રી થયા.
અચેલક થવાની વિગત આવી છે. પ્રભુને દીક્ષા લીધા પછી એક વરસ અને એક મહિનાથી કાંઇક અધિક સમય વીતી ગયો. એક વખતે તેઓ દક્ષિણવાચાલ નામના સંનિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીના કાંઠે આવ્યાં. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યનો અડધો ભાગ કાંટામાં ભરાઇ જવાથી પડી ગયો. પ્રભુએ એકવાર તે પડી ગયેલા વસ્ત્ર તરફ સિંહાવલોકનની જેમ ઉપલક દૃષ્ટિથી જોયું. પણ મમતારહિત હોવાથી એ વસ્ત્ર લીધા વગર જ આગળ ચાલ્યા. અહીં વડીલ પૂર્વાચાર્યો એમ માને છે કે તે પડી ગયેલા વસ્ત્રના આધારે પોતાનું શાસન કેવું થશે? તે વિચારવા પ્રભુએ પાછું વાળીને જોયું. વસ્ત્ર કાંટામાં ભરાઇ ગયેલું જોયું, તે ઉપરથી પ્રભુએ નિર્ણય કર્યો કે મારું શાસન ઘણાં વિરોધીઓ રૂપી કંટવાળું થશે. પ્રભુના પિતાના મિત્ર સોમનામના બ્રાહ્મણે તે વસ્ત્ર ઉપાડી લીધું અને ત્યાંથી ચાલ્યો ગયો. પહેલાં પ્રભુએ તેમાંનું અડધું વસ્ત્ર તેને જ આપ્યું હતું. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે
જે વખતે પ્રભુ સંવત્સરી દાન આપી રહ્યા હતા. તે વખતે આ દરિદ્ર બ્રાહ્મણ ધન કમાવા પરદેશ ગયો હતો. પોતે કમનશીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી || ૧૭૦
Jain Education International
For P
annly
www.ebay