________________
આપની સેવામાં હાજર રહે.” (ઇંદ્રને પ્રભુપ્રત્યે અનહદ બહુમાન છે. તેથી આવી હોઠથી નર્ટી, હૈયાથી વિનંતી કરે છે. આગળ પણ જોઇશુ તો દેખાશે કે એવા અનેકાનેક પ્રસગામા ઇદ્ર દેવલોકથી દોડતા આવી મરણાંત ઉપસર્ગોવગેરેમાં પ્રભુની રક્ષા કરે છે. પ્રભુ સાધનામાં અપ્રમત્ત હતા, તો ઇંદ્ર દેવલોકના નાટકવગેરે સુખની વચ્ચે પણ ભગવાનનું ધ્યાન રાખવામાં અપ્રમત્ત હતા. પ્રાયઃ બીજા કોઈ તીર્થકરની સાધનાકાળે ઇંદ્ર આટલીવાર નીચે આવ્યા નહીં હોય... ધન્ય છે શક્રની ભક્તિને !) પ્રભુ બોલ્યા કે - “હે દેવેન્દ્ર! એવું કદાપિ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે તીર્થકરો દેવેન્દ્ર કે અસુરેન્દ્રની સહાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે. તેઓ તો પોતાના પરાક્રમથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે.” છતાં શકેંદ્ર પ્રભુને મરણાંત ઉપસર્ગ ઉપસ્થિત થાય તેવા પ્રસંગે તે અટકાવવા વ્યંતર જાતિમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માશીના પુત્ર સિદ્ધાર્થ નામના વ્યંતરદેવને પ્રભુની પાસે મુકતા ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કોલાકસંનિવેશમાં ગયા. ત્યાં સપાત્ર ધર્મ પ્રરૂપવાની ઇચ્છાથી પ્રભુએ બહુલનામના બ્રાહ્મણના ઘરે પ્રથમ પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાત્ર-ખીરથી કર્યું. તે વખતે (૧) આકાશમાં દેવોએ દુંદુભિના નાદ કર્યા, (૨) વસ્ત્રની વૃષ્ટિ થઈ, (૩) સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ થઇ (૪) સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઇ. અને (૫) દેવોએ ‘અહો દાન! અહો દાન’ એ પ્રકારની ઉદ્ઘોષણા કરી. આમ પાંચ દિવ્યો પ્રગટ થયાં.
ત્યાંથી આગળ વિહાર કરતા કરતા પ્રભુ મોરાક નામના સંનિવેશમાં દૂઇજ્જત તાપસના આશ્રમે પહોંચ્યા. આ આશ્રમનો કુલપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો. આ કુલપતિની પ્રાર્થનાથી ત્યાં એક રાત રોકાયા. પછી કુલપતિની વિનંતી પર ચોમાસુ કરવા આવવાનું સ્વીકારી વિહાર કર્યો. આઠ મહિના અન્યત્ર વિહાર કરી પ્રભુ પાછા ચોમાસા માટે આશ્રમે આવ્યા. કુલપતિએ પ્રભુને રહેવા ઘાસની એક ઝુંપડી આપી. ત્યાં જંગલમાં અન્યત્ર ઘાસ નહિ મળવાથી ભૂખી ગાયો તાપસીની ઝુંપડીઓનું ઘાસ ખાવા દોડી આવતી. પણ તાપસોલાકડી મારી ગાયોને હાંકી કાઢતા. તાપસોએ હાંકી કાઢેલી ગાયો પ્રભુવાળી ઝૂંપડીનું ઘાસ નિઃશંકપણે ખાવા લાગી. ત્યારે તે ઝુંપડીના માલિકે કુલપતિ આગળ જઇ તે અંગે ફરિયાદ કરી. કુલપતિએ પ્રભુને કહ્યું કે - “હે વર્ધમાન ! પક્ષીઓ પણ પોતપોતાના માળાનું
૧૬૯
For Private & Personal use only