________________
અમારા આ કાન કેવી રીતે આનંદ પામશે? હે વીર! તારા દર્શનરૂપી અમૃતના અંજનથી અમારી આ આંખડી ક્યારે કરશે! તું ભલે વૈરાગી છે, પણ હેવીર ! અમે રાગી છીએ! અમને યાદ કરી અમને દર્શન દેવા જલ્દી જલ્દી પધારજો. હેવીર! વીર! નંદિવર્ધનનો કલ્પાંત અટકતો નથી, સ્વજનો એને માંડ માંડ શાંત પાડી મહામહેનતે ભવનમાં લાવ્યા... આ બાજુ દીક્ષા નિમિત્તે દેવોએ ભગવાનનાં શરીરપરગોશીર્ષ ચંદન વગેરેના લેપ કર્યા હતા, આ લેપનીગંધ સાડા ચાર મહીના રહી. આ ગંધથી આકર્ષાયેલા ભમરાઓએ ભગવાનના શરીરને તીક્ષ્ણ દંશ દીધા. ભીલ યુવાનોએ પ્રભુ પાસે આવા સુગંધી દ્રવ્યની માંગણી કરી. પણ ભગવાન મૌન રહેવાથી પથરાવગેરે મારી પ્રભુને પજવવા માંડ્યા. સ્ત્રીઓ પ્રભુનું અદ્ભુત રૂપ અને સુગંધી શરીર જોઈ ભોગ પ્રાર્થનાદિ અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી. પણ પ્રભુ મેરુ પર્વતની માફક અડગ રહી સમભાવે એ વેદનાઓ સહન કરતા વિહાર કરવા લાગ્યા. એ રીતે વિહાર કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહ્યો, ત્યારે કુમાર નામના ગામમાં પહોંચ્યા અને ત્યાં રાતે કાઉસગ્નમાં રહ્યા.
આ બાજુ કોઇ એક ગોવાળિઓ, આખો દિવસ બળદો પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયો દોહવા ઘેર ગયો. પેલા બળદો ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયો દોહી પાછો આવ્યો. પ્રભુને પૂછવા લાગ્યો કે - “આર્ય! મારા બળદ ક્યાં છે?” પણ કાઉસગ્નમાં લીન પ્રભુએ જવાબ , આપ્યો નહીં. ત્યારે ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં આમને ખબર નહિ હોય, તેથી પોતે બળદની શોધ કરવા જંગલમાં ગયો. બળદો પણ રાત્રે પોતાની મેળે જ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. ગોવાળ પાછો ફરતો ફરતો ત્યાં આવ્યો. તે વખતે બળદોને ત્યાં બેઠેલા જોઇ વિચારવા લાગ્યો કે-“આને ખબર હતી છતાં મને આખી રાત ભટકવાદીધો.” એ પ્રમાણે ક્રોધે ભરાઇ બળદની રાશ લઇ પ્રભુને મારવા દોડ્યો. આવૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી શક તરત ત્યાં આવ્યા. ગોવાળિયાને શિક્ષા કરી. પછી પ્રભુને વંદન કરી વિનંતિ કરી કે - “હે પ્રભુ! આપને બાર વર્ષ સુધીમાં ઘણા ઉપસર્ગ થવાના છે, માટે આપ જો આજ્ઞા આપો, તો હું તેટલો વખત
૧૬૮
Gain Education Interational
For Private & Fersonal use only
www
brary