________________
મા.
(૬)
Jain Education!
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । અર્હ । સિદ્ધમ્ ।
વ્યાખ્યાન-છઠ્ઠું
નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલં વન્દ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તું I
११७. समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं जाव चीवरधारी हुत्था, तेण परं अचेलए पाणिपडिग्गहिए | समणे भगवं महावीरे साइरेगाई दुवालसवासाइं निच्चं वोसडकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पनंति, तं जहा दिव्वा वा, माणुसा वा तिरिक्खजोणिया वा, अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ ॥११७॥
સૂત્ર ૧ ૧ ૭) ચાર જ્ઞાનના ધણી પ્રભુએ નંદિવર્ધનવગેરે સ્વજનોની રજા લઈ વિહાર શરુ કર્યો. (પ્રભુએ તો કપડાપરની ધૂળની જેમ બધી મમતા ખંખેરી નાંખી. પણ નંદિવર્ધનવગેરેની આવા અનુપમ સૌભાગ્યશાલી અને સૌજન્યમૂર્તિ પ્રભુપરની મમતા એમ થોડી દૂર થાય ? પ્રભુ વૈરાગી હતા, સ્વજનો તો રાગી જ હતા ને ! તેથી શક્ય હતું, ત્યાં સુધી પગથી પ્રભુ પાછળ ગયા, પછી નજરથી પ્રભુના માર્ગને અનુસર્યા... જ્યારે પ્રભુ નજરથી પણ ન દેખી શકાય એટલા દૂર ગયા, ત્યારે કાનથી પગરવના અવાજને અનુસરવા પ્રયત્ન કર્યો... જ્યારે એમાં પણ નિષ્ફળતા મળી, ત્યારે નંદિવર્ધન વિરહના આઘાતથી મૂર્છા ખાઈ ગયા... ઉપચારથી ભાનમાં આવ્યા, પણ હૈયું ભાંગી ગયું હતું... ચારે બાજુ જાણે બધું ખાલી ખાલી ભાસતું હતું... શરીરમાં થાક-થાક વર્તાવા માંડ્યો. જાણે સત્ત્વ-હીર-શક્તિ ખેંચાઇ ગયા હોય, તેવી વેદના ઊઠી રહી હતી... દીક્ષા મહોત્સવનો ઉમંગ આ વિરહવેદનાના અગ્નિમાં જાણે ખાક થઈ ગયો.) કલ્પાંત કરતાં કરતાં નંદિવર્ધન બોલી ઉઠ્યા – હે વીર ! હે વહાલા ! તું અમને મુકીને આ જંગલમાર્ગે જતો રહ્યો, હવે અમે ક્યાં જઈએ ! હે વીર ! તું તો જ્યાં જશે, ત્યાં મંગલ છે. ખરું જંગલ તો અમારું નગર અને ભવન થયું છે ! હવે અમે કોની સાથે મીઠી ગોઠડી કરીશું, કોના દર્શનથી તૃપ્ત થઈશું ? તારા મધુર વચનો વિના
૧૬૭
jainelibrary.org