SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ યા. (૫) પદ ઉચ્ચારવાનું હોતું નથી. પ્રભુ પોતે કરેલો સંકલ્પ પૂર્ણ કરવા સમર્થ છે, છતાં પ્રતિજ્ઞા લે છે, તે પણ જાહેરમાં. આ વાત ‘કોઈ પણ નિયમ માત્ર સંકલ્પથી નહીં, પણ પ્રતિજ્ઞાપૂર્વક જ લેવો જોઈએ’ એ બાબતની મહત્તા ઠેરવે છે. જે સત્ત્વહીન છે, અને પ્રતિકૂળ સંજોગોમાં નિયમથી વિપરીત આચરવા લલચાઈ જનારો છે, તે જ પ્રતિજ્ઞા-બાધા નથી લેતો, એનો વિરોધ કરે છે. વળી જાહેરમાં-કમ સે કમ બે/ચાર જણા જાણતા હોય, એ રીતે પ્રતિજ્ઞા લેવાથી એ બધાને પ્રેરણા મળે, અને પ્રમાદવશ નિયમ તૂટતો હોય, તો તેઓ અટકાવે. બાહ્ય સંયમવિધિની કેટલી મહત્તા છે ? ભગવાન ગૃહસ્થવાસમાં પણ છેલ્લા બે વર્ષ સાધુ જેવું જીવન જીવતા હતાં, અને મનથી અત્યંત વિશુદ્ધ ભૂમિકામાં હતાં, છતાં પ્રભુએ લોચ-પ્રતિજ્ઞાવગેરે બાહ્ય વિધિ કરી. એટલું જ નહીં, મનઃપર્યવજ્ઞાન અપ્રમત્ત સાધુને જ હોય, પ્રભુએ જ્યારે ઉપરોક્ત રીતે પ્રતિજ્ઞા કરી, ત્યારે જ પ્રભુ પ્રમાણભૂત રીતે સાધુ થયા અને તેથી ત્યારે જ મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. આજની નિશ્ચયાભાસ, વિધિ/ક્રિયાઓની વિરોધી, તથા પ્રતિજ્ઞાને નિરર્થક ગણતી વિચારધારાઓ સામે આ લાલબત્તી છે.) એ પછી ઇંદ્રવગેરે ભગવાનને વંદન કરી, પ્રભુના દીક્ષાકલ્યાણકનો મહોત્સવ કરવા નંદીશ્વર દ્વીપ ગયા. ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી પોત-પોતાના સ્થાને ગયા. (લોકાગ્રગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, સાવઘ સઘળાં પાપ યોગોના કરે પચ્ચખ્ખાણને, જે જ્ઞાન-દર્શન ને મહાચારિત્ર રત્નત્રયી ગ્રહે, એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું...) વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિ ગુરુભગવંતોના અનુગ્રહથી ભગવાનના જન્મથી માંડી દીક્ષા સુધીના પ્રસંગોને વર્ણવતું આ પાંચમું પ્રવચન આપણા સૌના હૈયામાંથી વિષયાસક્તિજન્ય અવિરતિ અને પ્રમાદને દૂર કરી વૈરાગ્ય અને વિવેકનો પ્રકાશ પાડનારું બની રહો... Jain Education International પ્રવચન પાંચમું સમાપ્ત પુરિમચરિમાણ કપ્પો મંગલં વન્દ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિત્તે ।। For Private & Personal Use Only ૧૬૬ www.janelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy