SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિયકુંડગ્રામ નગરમાંથી નીકળી જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં પહોચ્યો, ત્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે શિબિકા રાખવામાં આવી. સૂત્ર ૧૧૬) પ્રભુ નીચે ઉતર્યા. પછી પ્રભુએ આભરણો, અલંકારો, પુષ્પો વગેરે સ્વયં દૂર કર્યા. આ આભરણો હંસ જેવા ઉજ્જવલ રેશમી વસ્ત્રમાં લઇ કુળવૃદ્ધાઓ હિતશિક્ષા આપવા લાગી- “હે પુત્ર! તમે ઇક્વાકુફળ અને શ્રેષ્ઠ કાશ્યપ ગોત્રમાં જનમ્યા છો, ક્ષત્રિય કુળમાં ચંદ્રસમા હે પુત્ર! તમે જાતિવંત ક્ષત્રિય સિદ્ધાર્થ અને ત્રિશલાના સંતાન છો, ઇન્દ્રો અને નરેન્દ્રો પણ તમારી કીર્તિ ગાય છે, માટે તમારી એ ઉત્તમતાને કલંક ન લાગે તેમ શૂરવીર બનજો, મોટાઓનું આલંબન લેજો, ખન્નધારા જેવાં મહાવ્રતો પાળવા સંપૂર્ણ પરાક્રમ દાખવજો, આ વિષયમાં જરા પણ પ્રમાદ કરશો નહીં.’ વગેરે કહી પ્રભુથી થોડે દૂર ઊભા રહ્યાં. ત્યારે બન્ને એક દેવદૂષ્ય પ્રભુના ડાબા ખભે મૂક્યું. | હેમંત ઋતુના પ્રથમ મહીને - માગસરવદ (ગુજરાતી કારતક વદ) દસમે પાછલા પહોરે પ્રમાણપ્રાપ્ત સુવ્રત નામના દિવસે વિજય મુહુર્તે રાગદ્વેષથી રહિત અને એકાકી પ્રભુ ચોવિહાર છઠ્ઠના બીજા દિવસે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે પંચમુષ્ટિ લોચ કરી અને ક્રોધાદિનો ત્યાગ કરી ઘર છોડી અણગાર-સાધુ થયા. (ઋષભદેવ સાથે ચાર હજાર, વાસુપૂજ્ય સાથે છ સો, મહિનાથ અને પાર્શ્વનાથ સાથે ત્રણ સો, બીજા તીર્થકરો સાથે એક-એક હજાર પુરુષોએ દીક્ષા લીધી. જ્યારે વીર પ્રભુસાથે કોઈએ નહીં. પ્રભુ દીલાવખતે, કેવળજ્ઞાન પછી પ્રથમ વિહાર વખતે અને મોક્ષે જતી વખતે એકલા હતા.) પ્રભુની દીક્ષા વિધિ- પહેલા પ્રભુ પંચમુષ્ટિ લોચ કરે, પછી ઇંદ્ર વાજિંત્રવગેરેના અવાજ શાંત કરાવે. પછી પ્રભુ ‘નમો સિદ્ધાણં’ કહે. (સ્વયં અરિહંત હોવાથી પોતે પોતાને નમસ્કાર કરવો ઉચિત ન હોવાથી ‘નમો અરિહંતાણં ન બોલે.) પછી ‘કરેમિ સામાઈએ સવ્વ સાવજં જોગં પચ્ચકખામિ' ઇત્યાદિ સામાયિક સૂત્ર બોલીયાવક્રીવની પાપત્યાગની પ્રતિજ્ઞા કરેતે જ વખતે ભગવાનને ચોથુમન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય. (ભગવાન સ્વયંબુદ્ધ છે, ગુરુપાસે દીક્ષા લેતા નથી, માટે ‘ભંતે’ |૧૬૫ For Private & Personal Use Only wwwb OID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy