SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ११६. उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, ठावित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्टियं लोयं करेइ, करित्ता छटेणं भत्तेणं अपाणएणं हत्थुत्तराहिं नक्खत्तेणं चंदेणं जोगमुवागएणं एग देवदूसमादाय एगे अबीए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ।।११६|| તથા અજ્ઞાનઅંધકારથી રહિત, અનુપમ શ્રેષ્ઠ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર. તથા જિનેશ્વરોએ બતાવેલા સરળમાર્ગે આગળ વધી તથા પરીષહસેનાને જીતી મોક્ષપદ પ્રાપ્ત કર. હે શ્રેષ્ઠ ક્ષત્રિય! તું ઘણા દિવસોથી માંડી-વર્ષો સુધી પરિષણો-ઉપસર્ગો સામે નિર્ભય રહી, ભયવગેરે સામે ક્ષાન્તિથી યુક્ત ક્ષમાવાન બની, જય પામ. તારા ધર્મમાં અવિદન થાઓ! તું જય પામ! જય પામ! સૂત્ર ૧૧૫) આ પ્રમાણે આશીર્વાદઅપાયેલા શિબિકામાં બેઠેલા ભગવાન જ્યારે ક્ષત્રિયકુંડગ્રામનગરના માર્ગેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે હજારો લોકો ભગવાનના સૌંદર્યને જોઈ રહ્યા હતા, હજારો લોકો ભગવાનની સ્તવના કરી રહ્યા હતા, હજારોના હૃદયમાં ભગવાનમાટે શુભકામનાઓ થઈ રહી હતી, હજારો લોકો ભગવાન સંબંધી મનોરથો કરી રહ્યા હતા, કે “અમને આમના સેવક બનવા મળે તો ય ઘણુ સારું.’ હજારો લોકો ભગવાનને સ્વામી તરીકે ઇચ્છી રહ્યા હતા, હજારો આંગળી ભગવાનને બતાવી રહી હતી, હજારો નર-નારીઓના નમસ્કાર ભગવાન જમણા હાથે સ્વીકારતા હતા, (ટૂંકમાં દરેકના નજર, મન, હૃદય, અને મનોરથના કેન્દ્રમાં ભગવાન હતા... ભગવાનના આ દીક્ષાના વરઘોડાનાદર્શનમાત્રથી આમ કેટકેટલા લોકો સમકીત પામી ગયા હશે અને ભગવાનમય બની ગયા હશે! ભગવાન સંબંધી આ એક પ્રસંગે જ એક સાથે કેટલાયનું કલ્યાણ થઈ ગયું હશે ! ખરેખર! સામુદાયિક પાપ અને સત્યાનાશને નોંતરતા સીનેમા, ટી.વી.ના કાર્યક્રમો સામે ભગવાન સંબંધી આવા પુણ્યોપાર્જક સામુદાયિક કાર્યક્રમો જ જીવો માટે બચવાના અને કલ્યાણના સાધન બની રહે છે.) આ રીતે ગીત-વાજિંત્ર નાદ વગેરેના ઉલ્લાસ અને ઉત્સવ સાથે દરેક પ્રકારના ઉત્કૃષ્ટ વૈભવ સાથે આ વરઘોડો | ૧૬૪ www library dan Education tema anal For Private & Personal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy