________________
११४. "जय जय नंदा !, जय जय भद्दा !, भदं ते, अभग्गेहिं नाण-दसण-चरित्तेहिं अजियाई जिणाहि इंदियाई, जियं च पालेहि समणधम्म, जियविग्योऽवि य वसाहि तं देव ! सिद्धिमज्झे, निहणाहि रागदोसमल्ले तवेणं, धिइधणियबद्धकच्छे, मद्दाहि अट्ठकम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणं, अप्पमत्तो हराहि आराहणपडागं च वीर ! तेलुक्करंगमज्झे, पावय वितिमिर-मणुतरं केवलवरनाणं, गच्छ य मुक्खं परं पयं जिणवरोवइटेण मग्गेण अकुडिलेण, हता परीसहचमुं, जय जय खत्तियवरवसहा ! बहूई दिवसाई, बहूई पक्खाई, बहूई मासाई, बहूई उऊई, बहूई अयणाई, बहूई संवच्छराई, अभीए परीसहोवसग्गाणं, खंतिखमे भयभेरवाणं, धम्मे ते अविग्धं भवउ" त्ति कट्ट जयजयसदं पउंजंति ॥११॥ ‘જય-જય’ બોલનારા ચાલ્યા. પછી ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયકુળના મનુષ્યો, કોટરક્ષકો, શેઠીઆઓ, સાર્થવાહ વગેરે અને દેવ-દેવીઓ, એ સઘળા ક્રમશઃ પ્રભુની આગળ ચાલ્યા.
એમ મોટા વરઘોડા સાથે પ્રભુનગરની મધ્ય શેરીઓમાંથી થઈને જ્યારે દીક્ષા લેવા માટે ચાલ્યા, ત્યારે મોટો જનસમૂહપ્રભુને જોઈ અતિ હર્ષ પામ્યો, સહુજયજય બોલવા લાગ્યા અને સ્ત્રીઓ તો વાજિંત્રના નાદથી ભાન ભૂલી દોડી આવી. તેમાંની કોઈ સ્ત્રીએ નેત્રોમાં કાજલને બદલે કસ્તુરી આંજી, તો કોઈ સ્ત્રીએ ગળે ઝાંઝર અને પગમાં હાર પહેર્યા; કોઈ સ્ત્રીએ કંદોરો ગળે બાંધી હારનો કંદોરો કર્યો, તો કોઈ સ્ત્રીએ અળતો શરીરે અને ચંદન પગે ચોપડ્યું, કોઈ સ્ત્રી અડધા સ્નાને આવી, તો કોઈ સ્ત્રી પાણી ટપક્તા છૂટા કેશે આવી, કેટલીક સ્ત્રીઓનાં વસ્ત્રો ખસી ગયાં, તો કોઈ સ્ત્રી પૂરાં વસ્ત્રો પહેર્યા વિના જ હાથમાં નાડું પકડીને દોડી આવી, જ્યારે કોઈ સ્ત્રી બાળકને બદલે બિલાડું તેડીને આવી. છતાં આશ્ચર્ય હતું કે-સહુ પ્રભુના દર્શનમાં લીન હોવાથી એકેય સ્ત્રી લાન પામી. પ્રભુદર્શનાર્થે આવેલી કેટલીક ચતુર સ્ત્રીઓ પ્રભુનું રૂપ, સત્વ, સૌભાગ્ય, લાવણ્ય વગેરે જોઈને વિધાતાને ધન્યવાદ દેવા લાગી. કેટલીક સ્ત્રીઓએ પ્રભુને મોતીઓથી વધાવ્યા, કોઈ સ્ત્રી મંગલ ગાવા લાગી, તો
I ૧૬૨ www brary
Gain Education memational
For Private & Fessel Use Only