SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યા. (૫) કલ્પવૃક્ષોના પુષ્પોની મોટી માળા પહેરાવી અને રત્નાદિથી જડેલો મૂલ્યવાન મુગટ, કુંડળ, હાર, કડાં વગેરે અલંકારો પહેરાવ્યા. પછી નંદિવર્ધને કરાવેલી પચાસ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહોળી અને છત્રીસ ધનુષ્ય ઊંચી સુવર્ણની રત્નજડિત ચન્દ્રપ્રભા પાલખીમાં વિશુદ્ધ લેશ્યાવંત વૈરાગી પ્રભુને પૂર્વાભિમુખ બેસાડ્યા. દૈવી અતિશયથી તે પાલખીમાં ઇન્દ્રોએ કરેલી પાલખી સમાવેશ પામી, તેથી તે ઘણી જ સુશોભિત બની ગઈ. (આ દેવોનો વિનય છે, પ્રભુના મોટા ભાઈનું ગૌરવ વધે એમાટે દેવોએ પોતાની અલગ પાલખી રાખવાના બદલે નંદિવર્ધને તૈયાર કરાવેલી પાલખીને જ વધુ સુશોભિત કરી. જ્યાં સાચું બહુમાન હોય, ત્યાં જ ‘નામ’ ‘હું પણું’ ‘મારું શ્રેષ્ઠ’ એવી ઇચ્છા ન રહેતા વિવેક, ઔચિત્ય અને આવી ભક્તિ જોવા મળે.) પાલખીમાં પ્રભુની જમણી બાજુ કુલમહત્તરા હંસલક્ષણ સફેદ વસ્ત્ર લઈ બેઠી. ડાબી બાજુ ભગવાનની ધાવમાતા દીક્ષાના ઉપકરણો લઈ બેઠી. એક સુંદર વેશધારી યુવતીએ પ્રભુની પાછળ છત્ર ધર્યું, એક ઈશાનખૂણે જળપૂર્ણ કળશ લઈને બેઠી અને એક અગ્નિખૂણે બેસી મણિમય વીંઝણો વીંઝવા લાગી. એમ સૌ ભદ્રાસન ઉપર બેઠાં. પછી જ્યારે નંદિવર્ધન રાજાની આજ્ઞાથી રાજપુરુષો પાલખી ઉપાડવા લાગ્યા, ત્યારે સૌધર્મ ઇન્દ્રે આગળની જમણી બાહા, ઈશાન ઇન્દ્રે આગળની ડાબી બાહા, ચમરેન્દ્ર પાછળની જમણી બાહા અને બલીન્દ્ર પાછળની ડાબી બાહા પકડી પાલખી ઉપાડી. બાકીના ચારેય નિકાયના ઇન્દ્રોએ પુષ્પવૃષ્ટિ અને દુન્દુભિનો નાદ કર્યો, પછી બીજા ઇંદ્રો-દેવોએ પણ પાલખી ઉપાડવા પડાપડી કરી. તે વખતે સૌધર્મ અને ઈશાન ઇન્દ્ર પાલખી છોડી ચામર વીંઝવા લાગ્યા. (મોટા શ્રીમંત-શેઠ હોઈએ તો પણ આ રીતે પ્રભુની રથયાત્રમાં પાલખી ઉપાડવા વગેરે કાર્યો કરતાં કરતાં એમાં જોડાવાનું છે, નહીં કે દૂર રહીને જોવાનું ! જોડાવામાં પ્રભુનું ગૌરવ સાચવ્યું કહેવાય. જોતા રહેવામાં એ સચવાતું નથી.) ભમ્ભા, ભેરી, મૃદંગ, દુન્દુભિ, શંખ વગેરે મંગળ વાજિંત્રોનો નાદ છેક આકાશ સુધી પહોંચ્યો. પાલખીની આગળ રત્નોથી રચેલાં અષ્ટમંગલ, પછી ક્રમશઃ જળપૂર્ણ કળશ, શૃંગાર, ચામર, મોટા ધ્વજ, છત્ર, પાદપીઠ સહિત મણિમય સિંહાસન, એક સો આઠ– એક સો આઠ હાથી, ઘોડા, શસ્ત્રોથી ભરેલા ઘંટાથી રણકતા ધ્વજસહિત રથો અને સોહામણા શ્રેષ્ઠ પુરુષો ચાલ્યા. પછી ક્રમશઃ ઘોડા, હાથી, રથ અને પાયદલ-એ ચતુર્વિધ સૈન્ય, નાની હજાર ધ્વજાઓથી શોભતો ઇન્દ્ર ધ્વજ, ખડ્ગધારીઓ, ભાલાવાળા, પીઠ-પાટલાધારી, વિદૂષકો, નૃત્યકારો, છડીધરો અને For Private & Personal Use Only Jain Education Internationa ૧૬૧ www.janelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy