________________
ક્યા.
(૫)
११३. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले, तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खे णं पाईणगामिणीए छायाए पोरिसीए अभिनिविट्टाए पमाणपत्ताए सुव्वए णं दिवसे णं विजए णं मुहुत्ते णं चंदप्पभाए सिबिआए सदेवमणुआ-सुराए परिसाए समणुगम्ममाणमग्गे, संखिय- चक्किय-लंगलिय-मुहमंगलिय-वद्धमाण- पूसमाण- घंटियगणेहिं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं अभिनंदमाणा अभिथुव्वमाणा य પૂર્વ વયાસી ૧૧૩
એક વર્ષ સુધી સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી ‘જેટલી ઇચ્છા હોય, એટલું માંગો' એવી ઘોષણાપૂર્વક રોજ દાન આપવાનું ચાલુ કર્યું. રોજ એક કરોડ આઠ લાખ સોનામહોરનું દાન કર્યું. (આ દાનનો પ્રભાવ એવો હોય કે જેને મળે, તે ભવ્ય જ હોય, તેને પ્રભુના પ્રભાવે સંતોષનો અનુભવ થાય, જુના રોગવગેરે શમી જાય ઇત્યાદિ આ મહાદાનના અદ્ભુત અતિશયો જાણવા જેવા છે. એમ એક વર્ષમાં ત્રણ અબજ, અઠ્યાસી કરોડ, એંશી લાખ સોનૈયા દાનમાં આપ્યા. ઇંદ્રના આદેશથી દેવો પ્રભુનો ભંડાર ધનથી ભરતા રહે, ને પ્રભુ એમાંથી દાન આપતા જાય. પ્રભુએ વાર્ષિક દાનથી જગતની નિર્ધનતા અને દરિદ્રતાનો નાશ કર્યો.)
સૂત્ર ૧૧૩) બે વર્ષ પૂર્ણ થતાં પ્રભુએ દીક્ષામાટે નંદિવર્ધન રાજાની અનુમતિ માગી. તેઓએ સંમત થઈ દીક્ષા મહોત્સવ માંડ્યો, સમગ્ર નગરને ધ્વજા, તોરણો વગેરેથી દેવલોક જેવું શણગાર્યું. સ્વર્ગમાંથી ઇન્દ્રો અને દેવો પણ આવ્યા અને જન્માભિષેકમાટે કર્યા હતા, તેવા આઠ જાતિના કળશો તથા બીજી પણ સર્વ સામગ્રી તૈયાર કરી-કરાવી. તે કળશોથી ચોંસઠ ઇન્દ્રોએ પ્રભુનો અભિષેક કર્યો, પછી દૈવીમહિમાથી તે કળશો નવિર્ધનરાજાના કળશોમાં પ્રવેશ પામ્યા. પછી પ્રભુને પૂર્વાભિમુખ બેસાડી ક્ષીરોદધિ આદિનાં ઉત્તમ જળ વગેરેથી નન્દિવર્ધનરાજાએ પણ અભિષેક કર્યો. તે વખતે ઇન્દ્રાદિ દેવો ચામરો, દર્પણો વગેરે લઈને ‘જય-જય’ શબ્દ બોલતા પ્રભુની સામે ઊભા રહ્યા. પછી સુગંધી કોમળ વસ્ત્રથી શરીર લૂછી પ્રભુને લાખેણું ઉજ્જવળ વસ્ત્ર પહેરાવ્યું, ચંદનાદિનું વિલેપન કર્યું,
For Private & Personal Use Only
Jain Education International
૧૬૦ WWWBTellbk<ITY 5|D