________________
કરેલો અભિગ્રહ પૂર્ણ થવાથી દીક્ષા માટે મોટા ભાઈની અનુમતિ માગી. નંદિવર્ધન રાજાએ કહ્યું- ભાઈ! માતા-પિતાના વિરહની વેદના તો હજી મને પાડી રહ્યા છે, ત્યાં તું આવી વાત કરી શા માટે ઘામાં મીઠું ભભરાવે છે...? ત્યારે પ્રભુએ કહ્યું- રાજન! જીવે અનંત ભવમાં પ્રાયઃ બધા જીવો સાથે અનેક્વાર પિતા-માતા-ભાઈ વગેરે સંબંધો બાંધ્યા છે. દરેક ભવમાં આવા સંબંધો બંધાયા જ કરે છે, હવે એ બધા સંબંધોની જ મમતા કર્યા કરીશ, તો હું આત્મસાધના ક્યારે કરીશ? (સંબંધો નવા નથી... જીવમાટે સાધના નવી છે.. અને મહત્ત્વની છે. દેવલોકમાં માતા-પિતા જેવા સંબંધો નથી... તો ત્યાં એ છોડી સાધના કરવાની શક્યતા પણ નથી. માનવભવમાં તો દરેક જન્મે સંબંધો તો થવાના જ... અને જ્યારે પણ સાધના કરવી હશે, ત્યારે સંબંધોની મમતા છોડવી જ પડવાની છે... જો આમ જ હોય, તો જે ભવમાં જાગ્યા... સાધનાની ભાવના થઈ, એ જ ભવમાં શા માટે સંબંધોને પડતા મુકી સાધના કરવી નહીં ?).
નંદિવર્ધને કહ્યું- ભાઈ ! આ વાત હું પણ સમજુ છું. પણ તું મને પ્રાણથી પણ વધુ પ્રિય છે. તારા વિરહનો વિચાર પણ મને અત્યંત પીડા આપે છે. તેથી મારા આગ્રહથી બે વર્ષ ઘરે રહે. દાક્ષિણ્યના ભંડાર પ્રભુએ પણ ભાઈ પ્રત્યેની ભક્તિથી એ સ્વીકાર્યું અને કહ્યું-“મારા ઉદ્દેશથી લેશ પણ આરમ્ભ કરવો નહિ, હું પ્રાસુક આહાર-પાણીથી નિર્વાહ કરીશ.’ નંદિવર્ધને તે કબૂલ રાખ્યું. પ્રભુએ તે દિવસથી સચિત્ત આહારાદિનો ત્યાગ કર્યો, જાવક્ટીવ બ્રહ્મચર્ય પાળ્યું તથા અચિત્ત પાણીથી પણ સર્વસ્નાનનો ત્યાગ કર્યો. માત્ર કલ્પ હોવાથી દીક્ષા પ્રસંગે એકવાર સચિત્ત જળથી સ્નાન કર્યું. આ પ્રમાણે પ્રભુ કાંક અધિક બે વર્ષ રહ્યા.
પછી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને પાંચમાં બ્રહ્મદેવલોકથી લોકાન્તિક દેવો પણ આવ્યા. આ દેવો એકાવતારી હોવાથી લોકાન્તિક કહેવાય છે. તેઓની સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગઈતોય, મૂટિત, અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ઠ એ નવ નિકાય કહી છે. મહાપુરુષો તો પોતાના સ્વભાવથી જ પરોપકારમાં તત્પર હોય છે, છતાં એ માટે વિનંતી કરવામાં ‘આપણને એમની ગરજ છે' એ ભાવ ઊભો થાય છે. તેથી નમ્રતા અને વિનય થાય છે. ગુરુ મહારાજ સમય થાય, એટલે પ્રવચન આપવાના જ છે, પણ છતાં આપણે એમના આસને જઈ વિનંતી કરીએ કે ‘ગુરુદેવ ! આપ પ્રવચનગંગા વહાવી અમને પવિત્ર કરો’ તો એ વિનય છે અને એમનું ગૌરવ છે. એમ પ્રભુ સ્વયં જ જગતના હિતમાટે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી ધર્મ
| ૧૫૮