________________
વ્યાકરણ પ્રસિદ્ધ થયું.
બધા લોકો વર્ધમાનકુમાર આટલી વિઘા કયાં શીખ્યા?” એમ વિચારી આશ્ચર્ય પામ્યા. પંડિતે પણ વિચાર્યું - મારા બાલ્યકાળથી બીજા કોઈથી દૂર નહીં કરાયેલા તમામ સંશયો આ બાળક વર્ધમાનકુમારે દૂર કર્યા. વળી આ કુમાર આટલા જ્ઞાની હોવા છતાં કેટલા ધીર-ગંભીર છે ! જરાય જ્ઞાનનું અભિમાનરૂપ- કે બતાડવાની અધીરતારૂપ અજીર્ણ નથી ! (જ્ઞાની હોવા માત્રથી માનતા નથી, જ્ઞાનની સાથે વિનય, નમ્રતા અને ગંભીરતા ભળે, ત્યારે મહાન થવાય. આ જ વાત ધની, તપસ્વી વગેરેમાટે સમજવાની છે, વળી ‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય’ થોડુંક આવડે, જાણકારી મળે એટલામાત્રથી પંડિતાઈ, જાણકારીનો ભાર રાખવો યોગ્ય નથી. એક અંગ્રેજને થોડી હિન્દી આવડે. એટલા માત્રથી પોતાને હિન્દીનો ખાં માનવા માંડ્યો. એને ઇંગ્લેંડની રાણીએ ભારતની તાજમહાલ - લાલ કિલોવગેરે ઈમારતના એંજીનિયરને મળવા ભારત મોકલ્યો. એણે ત્રણચાર ઠેકાણે પૂછ્યું - ‘યહ ઈમારત કિસને બનાવી’ દરેક ઠેકાણેથી એક જ જવાબ મળ્યો 'માલુમ નહીં સા'બ'. આ સમજ્યો આ એંજીનિયરનું નામ છે, એમાં એક પ્રભાવશાળી માણસને જતો જોઈ- બીજાને પૂછ્યું - વહ કીનઈ? પેલાએ કહ્યું- માલુમ નહીં સા'બ. આ તો ખુશ થઈ ગયો. તરત ઇંગ્લેંડ રાણીને તારથી સમાચાર આપી દીધા કે એંજીનિયરનો પતો લાગી ગયો છે. એમાં એક દિવસ કો'ક મોટા માણસની સ્મશાનયાત્રા નીકળી... ઘણા લોકો જોડાયેલા... આ જોઈ એણે કો'ક ને પૂછ્યું - ય કૌન મર ગયા? પેલાએ કહ્યું- માલુમ નહીં સાબ... આ ચમક્યો... તરત જ તાર કર્યો, એ મહાન એંજીનિયર મરી ગયો છે. આમ ઓછા શાને જાણકારીનો વધુ દેખાવ કરવો એ છીછરાપણું છે.)
ઇંદ્ર પંડિતને કહ્યું - આ બાળક સામાન્ય માનવ નથી, પણ સકળ શાસ્ત્રોના જ્ઞાતા ત્રણલોકનાથ પ્રભુ વીર છે.
પછી યૌવનવયે માતા-પિતાએ સ્નેહરાગથી આગ્રહ કરીને પરમ વૈરાગી પ્રભુને પરાણે નરવર્મ રાજાની પુત્રી યશોદા સાથે પરણાવ્યા. ઔદાસીન્યભાવે વિષયસુખ ભોગવતાં પ્રભુને એક પુત્રી થઈ. તેને પ્રવર રાજાના પુત્ર જમાલી સાથે પરણાવી અને તેને પણ એક પુત્રી થઈ.
સૂત્ર ૧૦૯) પ્રભુના પિતા કાશ્યપગોત્રી હતા. તેમના ૧સિદ્ધાર્થ, શ્રેયાંસ, ૩ યશસ્વી એમ ત્રણ નામ હતાં. માતા વાસિગ્ગોત્રી હતાં અને તેમનાં | ૧૫૬
an Education tematonai
web