SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા. સરસ્વતીની પૂજા માટે સુવર્ણનું ઘણાં રત્નોથી જડેલું નવું આભૂષણ કરાવ્યું. પછી કુલવૃદ્ધાઓએ પ્રભુને સ્નાન કરાવ્યું, વસ્ત્રાલંકાર પહેરાવ્યા, મસ્તકે શ્રેષ્ઠ છત્ર ધર્યું, ચામર વિંઝાવા લાગ્યાં અને ચતુરંગ સૈન્યથી પરિવરેલા પ્રભુ રાજમહેલમાંથી નીકળી અનેક વાજિંત્રોના નાદ સાથે પંડિતના ઘર પાસે આવ્યા. ‘પોતાની પાઠશાળામાં વર્ધમાનકુમાર ભણવા પધારી રહ્યા છે તેના ગૌરવ અને આનંદથી પંડિતે પણ ઉજ્જવળ ધોતિયું, સોનાની જનોઈ, કેસરના તિલક વગેરે શોભા કરી. તે જ વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું (ઇતરોમાં પોતાનું સિંહાસન બચાવવા ઇંદ્ર વિશ્વામિત્ર જેવા તપસ્વીઓના ચિત્તને ચલાયમાન કરવા પ્રયત્ન કરવાની વાત આવે છે. અહીં પ્રભુનું એવું સૌભાગ્ય છે કે એમના પ્રભાવથી ઇંદ્રના સિંહાસન ડોલાયમાન થાય છે. એક સામાન્ય પંડિત પ્રભુ જેવા મહાજ્ઞાનીને ભણાવવાની ચેષ્ટા કરે, એ અનુચિત કારવાઈને રોકાવવા ધર્મસત્તા ઇંદ્ર જેવાને પૃથ્વી પર આવવા જાગૃત કરે, એ બધાના કલ્યાણની કામનાથી પ્રાપ્ત કેવું અનુપમ સૌભાગ્ય ! પ્રભુ તો એવા ગંભીર છે કે માતા-પિતાની મોહજન્ય ઇચ્છા પૂરી કરવા પાઠશાળાએ આવ્યા અને જો પંડિત ભણાવવા પ્રયત્ન કરે, તો ‘મને આવડે છે એમ કહ્યા વગર ભણવા માંડે! એ વખતે જો પ્રભુ સ્વયં પોતાનું જ્ઞાન પ્રગટ કરે, તો તે મહાપુરુષમાટે અયોગ્ય ગણાય... ‘હીરા મુખસેના કહે! લાખ હમારા મોલ” પ્રભુનું ગાંભીર્ય અને ગૌરવ બંને સચવાય એ માટે ધર્મસત્તાએ કરેલી કમાલનો અર્થ એટલે ઇંદ્રનું સિંહાસન કંપવું અને ઇંદ્રનું નીચે આવવું) ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણ્ય-પ્રભુને ભણાવવાનો પ્રયાસ થાય છે. તેથી આશ્ચર્ય પામી દેવોને કહ્યું -“અરે ! આ મોટું આશ્ચર્ય તો જુઓ કે ભગવાનને પણ નિશાળે મુકવાની યોજના થઈ રહી છે! પ્રભુતો ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે, તેમને ભણાવવા એ તો આંબાને તોરણ બાંધવું, અમૃતને મધુર બનાવવું, બ્રાહ્મીને ભણાવવી, વગેરે જેવું અજ્ઞાન છે. પ્રભુ તો ભણ્યા વિના વિદ્વાન, દ્રવ્ય વિના પરમેશ્વર અને અલંકારો વિના મનોહર હોય છે વગેરે કહીને ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરી શીધ્ર પ્રભુ હતા ત્યાં આવ્યા, પંડિત માટે રચેલા આસને પ્રભુને સ્થાપ્યા અને પંડિતના મનમાં જે જે સંશયો હતા, તેતે બધા ઇન્દ્ર જ્ઞાનથી જાણીને પ્રભુને પૂછ્યા, ત્યારે ‘આ બાળક આવા પ્રશ્નોના ઉત્તર શી રીતે આપશે?” એમ સમજી સાંભળવા ઉત્સુક બનેલા-સૌની સમક્ષ પ્રભુએ તે પ્રત્યેક સંશયોનાં સમાધાન આપ્યા. આ પ્રશ્નોત્તરીનું “જૈનેન્દ્ર I૧૫૫ Gain Education items www baryo
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy